AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ડોન ગામે પાળતુ સ્વાન પર દીપડાએ હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ


ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ પીપલાઈદેવી રેંજમાં લાગુ ડોન ગામ વિસ્તારમાં ગતરોજ રાત્રીનાં અરસામાં શિકારની શોધમાં ભટકતો દીપડો આવી ચડ્યો હતો.અહી ડોન ગામે (નારીઆંબા ફળિયામાં) એક પાલતુ શ્વાન પર દીપડાએ હુમલો કર્યો હતો.અને શ્વાન પર હુમલો કરી શ્વાનને ઘરથી 30મીટર જેટલા દૂરનાં અંતરે ખેંચી લઈ ગયો હતો.તે સમયે શ્વાનનો ભસવાનો અવાજ સાંભળી નજીકનાં ઘરમાં રહેતા શુકાભાઈ પુન્યાભાઈનાઓ ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા.અને આસપાસ નજર નાખતા તેઓને દીપડો શ્વાનને ખેંચી લઈ જતો જોવા મળ્યો હતો.જેથી તેમણે બુમા બુમ કરતા  દીપડો સ્વાનને મૂકી ભાગી છુટયો હતો.અહી દીપડાનાં ચૂંગાલમાંથી શ્વાનનો જીવ ઉગાર્યો હતો.હાલમાં ડાંગ જિલ્લાનાં ડોન ગામમાં દીપડાની ચહલ પહલનાં પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.આ બાબતે ઉત્તર ડાંગ વન વિભાગનાં પીપલાઈદેવી રેંજનાં આર.એફ.ઓ મનોહરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે આ બનાવની જાણ ગામવાસીઓએ કરી નથી.તેમ છતાંય લોકો અને પશુઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ તપાસ કરાવી લઉ છુ.

Back to top button
error: Content is protected !!