RAJKOTRAJKOT CITY / TALUKO
વોર્ડ નં.૧૮માં રૂ.૧.૪૬ કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાનું મંજુર કરાવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

વોર્ડ નં.૧૮માં રૂ.૧.૪૬ કરોડના ખર્ચે નચિકેતા-C, ઋષિકેશ વિલા, નટરાજ વિગેરે સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈન નાખવાનું તથા મેનહોલ હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવાનુ કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.
આ કામો મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા અને સંદીપભાઈ ગાજીપરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ છે.



