
વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામા ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે.
જે સંદર્ભે ડાંગ જિલ્લા ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમા વન્યજીવ અને વનોનુ સંરક્ષણ તથા સંવર્ધન વિષયો ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામા આવી હતી.
દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાના માર્ગદર્શન હેઠળ, વન વિદ્યાલય હાઇસ્કુલ-આંબાબારી ખાતે વન વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા શાળાના આચાર્ય, શિક્ષકો, એન.જી.ઓની ઉપસ્થિતિમા ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વન્યપ્રાણી સંરક્ષણ અંગે રેલી જેવા જનજાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.
જ્યારે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશભાઇ રબારીના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત કાસવદહાડ પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા, સાવરખડી પ્રાથમિક શાળામા ક્વિઝ સ્પર્ધા તેમજ કૂશમાળ પ્રાથમિક શાળા ખાતે નિબંધ સ્પર્ધા યોજવામા આવી હતી.
આ ઉપરાંત શિંગાણાના રેંન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કેયુર પટેલના માર્ગદર્શન હેઠળ, વનકર્મીઓ દ્વારા પ્રવાસન સ્થળોની સાફ સફાઇ કરવામા આવી હતી.




