
સમીર પટેલ, ભરૂચ
આમોદ પોલીસ મથકની હદમાં બાઇક ચોરીનો ભેદ કરજણ પોલીસે ઉકેલી નાખ્યો હતો. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર કરજણ પોલીસ મથક વિસ્તારમાં મીયાગામ બીટના પ્રવિણભાઈ મગનભાઈ તથા મહેશકુમાર દિનેશભાઇ સાથે મીયાગામ બીટ વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઉમજ ગામે વાસણા તરફ જતા રોડ પાસે આવતા વાસણા ગામ તરફથી એક હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. આવતી હોય મો.સા. નો નંબર GJ- 19-BK-3232 હતો. પોલીસને શંકા જતા મો.સા.ના ચાલક પાસે પોતાની કબ્જાની મો.સા.ના કાગળો માંગતા તે પોતાની પાસે નહી હોવાનુ જણાવી અને ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબ આપતો હોય જેથી મો.સા. છળકપટ કે ચોરી કરી હોવાનું જણાતુ હોય તેનું નામ પૂછતા રજજાક હુસેન કુરેશી રહે.આમોદ પુરસા રોડ નવીનગરી તા.આમોદ જી.ભરૂચનો હોવાનુ જણાવ્યું હતું. મો.સા. બાબતે સઘન પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તા.૦૪/૦૭/૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા અગીયારેક વાગે મારા ફળીયાની બાજુમાં આવેલ દરબાર રોડ ઉપર રહેતા ફિરોજ અબ્દુલભાઈ શેખની મો.સા. તેમના ઘરની નજીકમાં મુકેલી હતી તે મો.સા. માં સ્ટેરીંગ લોક ન હતુ અને મારી પાસે મો.સા.ની ચાવી ન હોવાથી મે મો.સા.ના વાયરીંગ તોડી ડાયરેકટ કરી મો.સા. ચાલુ કરી ચોરી હતી. પોલીસે મો.સા.ના માલિક ફિરોજ અબ્દુલભાઈ શેખનો નંબર મેળવી સંપર્ક કરતા તેમને મો.સા. પોતાના બનેવીના નામે લીધી છે જે પોતાની મો.સા. નં. GJ-19-BK-3232 ની ગત તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યા બાદ આમોદ દરબાર રોડ ઉપર આવેલ કિરણસિંહની ખડકીમાં પોતાના ઘરની નજીકમાં મુકેલી હતી જે મો.સા. ચોરાઈ ગયેલ હોવાની હકીકત જણાવતા હોય જેથી સદર ઇસમ પાસેથી ચોરી કરેલ હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. તથા એક વીવો કંપની V29PRO મોડેલનો મોબાઈલ મળી કુલ કિંમત રૂપીયા ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે સદર ઇસમને કરજણ પોલીસ સ્ટેશનમાં લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.




