WAKANER વાંકાનેર કુવાડવાને જોડતો સિંધાવદર નજીક આવેલ આસોઈ નદી પરના પુલમાં ગાબડું પડ્યું

WAKANER વાંકાનેર કુવાડવાને જોડતો સિંધાવદર નજીક આવેલ આસોઈ નદી પરના પુલમાં ગાબડું પડ્યું વાહનો ચલાવવા જોખમી તંત્ર ધંધે લાગ્યું ડાઈવર્જન માટે કામગીરી હાથ ધરાઇ
આ પુલનો અમુક ભાગ પહેલા પણ ડેમેજ થયેલ આજે બીજી જગ્યાએ ગાબડું પડતાં તંત્ર દ્વારા ડાઈવર્જન માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી પુલની બાજુમાં બેઠો પુલ ચાલુ કરવા કામગીરી હાથ ધરવામાં આવી
વાંકાનેર : રાજ્યમાં આ ચોમાસાની સિઝનમાં અતિભારે વરસાદને કારણે અનેક પુલો કોજવે પાણીમાં તણાઈ જવાની તેમજ બેઠા પુલના ધોવાણ થવાની ઘટનાઓ બની હતી જેમાં પહેલા વાંકાનેર તાલુકાના પંચાસર રોડ પર આવેલ બાયપાસ રોડ નો અમુક ભાગ નમી જવાની ઘટના બની હતી બાદમાં વાંકાનેર મિતાણા ને જોડતો તીથવા ના પાટિયા પાસેનો આસોઇ નદી પરનો બેઠો પુલ પાણીમાં તણાઈ જતા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી અને વાંકાનેર બાયપાસ રોડ પર ડેમેજ પુલનું સમારકામ કરવામાં આવ્યું નથી ત્યાં જ સ્ટેટ હાઇવે નો વાંકાનેર કુવાડવા ને જોડતો સિંધાવદર નજીક આવેલ આસોઈ નદી પરનો આસોઇ પુલ પર મસમોટું ગાબડું પડતાં પુલ જોખમી બની ગયો છે. જો કે પુલ ડેમેજ થવાની ઘટનાને પગલે માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ મોરબીથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા પણ આ પુલ પરનો એક ચોકો ડેમેજ થયેલ હોવાથી રિપેર કરવામાં આવેલ. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ પુલ ઉપરથી ડેમેજ હોય તેવી ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ સરકારી બાબુઓને પ્રજાની સલામતી માટે કોઈ ચિંતા ન હોય તેથી આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નથી અને આજે પરિણામે પુલ પર ગાબડું પડતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. હાલ તંત્ર દ્વારા ગાબડું પડ્યું છે તેટલા વિસ્તારમાં બેરિકેડ રાખી એક સાઈડ વાહન વ્યવહાર બંધ કરી બાજુની સાઈડમાં વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે.
પુલ પર ગાબડું પડવાની ઘટનાની વાત ફેલાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈ અકસ્માત સર્જાઈ નહિ તે માટે જે વિસ્તારમાં ગાબડું પડ્યું હતું ત્યાં પત્થર અને ઝાડવાની ડાળીઓ મૂકી ટ્રાફિક ને દૂર ચલાવવા જાણ કરી માનવતા મહેકાવી હતી. જો કે આ ઘટનાની જાણ મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારીને થતાં જ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.







