
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ જનતા માધ્યમિક શાળા વલસાડ રોડ પર પીક અપ બસ સ્ટેન્ડ માટે ધારાસભ્ય નરેશ પટેલની જાહેરાત
આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં દર મિનીટે વિકાસકાર્યો થઈ રહ્યા છે અને દેશ વિકાસયાત્રામાં સતત આગળ ધપતો રહે છે.
એ જ ઉપક્રમમાં ચીખલી-ખેરગામ-ધરમપુર રોડના અંદાજિત ₹7 કરોડના કામો તથા
વલસાડ – ગુંદલાલ – ખેરગામ રોડના અંદાજિત ₹4 કરોડથી વધારે મૂલ્યના રસ્તાના મજબૂતીકરણના કાર્યનું
ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા ખેરગામ તાલુકાના વિવિધ ગામમોમાં કરોડોના ખેર્ચે થનારા વિકાસ લક્ષી કામોના ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય શ્રીનરેશભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા મીડિયા સાથે વાતચીત કરતા નરેશભાઈ ધારાસભ્ય જણાવ્યું હતું ખેરગામના બસડેપો માટે જગ્યા તપાસ કરવાનું કામ ચાલુ જ છે ટૂંક સમયમાં એ પણ બની જશે અને જનતા માધ્યમિક શાળા વલસાડ રોડ પર પીક અપ બસ સ્ટેન્ડ માટે મારા ફંડ માંથી ફાળવણી કરીશ આવી જાહેરાત કરતા લોકોએ ધારાસભ્ય નરેશભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતિ લીનાબેન અમદાવાદી, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અઘ્યક્ષ પૂર્વેશ ખાંડાવાલા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી શૈલેષભાઇ ટેલર, લીતેશભાઈ ગામીત, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને તાલુકાના વિવિધ ગામોથી પધારેલ સરપંચશ્રી ઓ તથા આગેવાનો ઉપસ્થિત સહ્યા




