
વિજાપુર વસઇ ડાભલા ગામે પંચાયત ની ચૂંટણી ના ભાગ રૂપે ભાજપ કાર્યકરો ની બેઠક યોજાઇ
ધારાસભ્ય સી.જે ચાવડા તેમજ રમીલાબેન દેસાઈ હાજર રહ્યા
વિજ
વિજાપુર વસઇ ડાભલા ગામે અટલ અભિયાન પંચાયત ની ચૂંટણી અંતર્ગત ધારાસભ્ય સીજે ચાવડા તેમજ જીલ્લા પ્રભારી રમીલાબેન દેસાઈ કારોબારી ચેરમને ભરતભાઈ દાઢી દ્વારા સદસ્યતા અભિયાન તેમજ ગ્રામ પંચાયત ની ચૂંટણી ની તૈયારી રૂપે બેઠક યોજાઈ હતી. રમીલા બેન દેસાઈ એ જણાવ્યું હતુ કે ભાજપ સરકારે ગુજરાત રાજ્ય મા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ની સુકાની મા વિકાસ ની હરણ ફાડ ભરી છે.લોકો ભાજપના સદસ્યતા અભિયાન મા મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.આગામી આવી રહેલી પાલીકા ગ્રામ પંચાયત ની ચૂંટણી મા તમામ પંચાયતો ઉપર વિજય પરચમ લહેરાવશે તે નક્કી છે.લોકો વિકાસ માટે યોગદાન આપી રહ્યા છે જિલ્લા સદસ્ય મુકેશભાઈ ચૌધરી અને ચંદનજી ઠાકોર, તાલુકા સદસ્ય નિકુલ પટેલ અને રમેશજી ચાવડા તેમજ તાલુકા મહામંત્રીશ્રી રસિકજી ઠાકોર, નારાયણભાઈ ચૌધરી, પ્રતિકસિંહ, કુલદીપસિંહ, અર્જુનસિંહ ચાવડા અને કર્મિત પટેલ હાજર રહ્યા હતાં.





