મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે નવીન કોર્ટ બિલ્ડીંગ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની અંદાજિત ૫૦૨.૮૧ લાખના ખર્ચે નિર્માણ પામેલ નવીન કોર્ટ બિલ્ડિંગનો લોકાર્પણ સમારોહ યોજાયો
નવિન ન્યાય ભવનના નિર્માણથી લોકોને ઝડપથી ન્યાય મળશે – હાઇકોર્ટ ઓફ ગુજરાતના ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદી…
અમીન કોઠારી મહીસાગર
તા.૬/૧૦/૨૪
એડમીનીસ્ટ્રેટીવ જજ ( મહીસાગર જિલ્લો) અને હાઇકોર્ટ ઓફ ગુજરાતના જજ પ્રણવ ત્રિવેદીના વરદ્ હસ્તે મહીસાગર જિલ્લાના વીરપુર બી. આર. સી ભવનની બાજુમાં અંદાજિત ૫૦૨.૮૧ લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાસભર નવી સિવિલ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું.
આ પ્રસંગે એડમીનીસ્ટ્રેટીવ જજ( મહીસાગર જિલ્લો) અને હાઇકોર્ટ ઓફ ગુજરાતના જજપ્રણવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નવી કોર્ટ બિલ્ડિંગ તેની આધુનિક સુવિધાઓ અને અધ્યતન ભૌતિક માળખાકીય સુવિધાઓથી સજ્જ છે. નવીન કોર્ટ ભવન મળતા ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. તેમણે લોકોને ઝડપી અને સરળ ન્યાય અપાવવામાં વકીલો અને ન્યાયાધિશશ્રીઓની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવીન ન્યાય ભવના નિર્માણથી લોકોની ઝડપથી ન્યાય મળશે, નાગરિકો કોર્ટને વિશ્વાસથી જોવે છે અને લોકો કોર્ટને ન્યાય મંદિર તરીકે જોવે છે ત્યારે વકીલો પાસે આવતા વ્યક્તિઓ આશા અને વિશ્વાસથી આવતા હોય છે તેથી તેમને વ્યવસ્થિત સાંભળીને વકીલો તેમની ફરજ નિભાવે.
આ નવીન કોર્ટ બિલ્ડિંગમાં પ્રિસાઈડિંગ ઓફિસરની ચેમ્બર, મધ્યસ્થી કક્ષ, વકીલ બાર, ઇ સેવા કેન્દ્ર, ચિલ્ડ્રન રૂમ, મેડિકલ ફેસીલીટી, કોર્ટ રૂમ, લેડીસ વિટનેસ રૂમ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ, કોન્ફરન્સ રૂમ અને લાયબ્રેરી જેવી અધતન સુવિધાઓથી સજ્જ છે.
આ પ્રસંગે મહીસાગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ. એન ગડકરીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને વિરપુર પ્રિન્સિપાલ સિવિલ જજ ડી એમ પરમારે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે વિરપુર બાર એસોસિયેશન પ્રમુખ એલ. એન સોલંકી, પ્રિન્સિપાલ જજ ઓફ ફેમિલી કોર્ટના જજટી એચ દવે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સેક્રેટરી એમ. જે બિહોલા, લુણાવાડા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી સી સોની, લુણાવાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટએમ એમ પરમાર, બાલાસિનોર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કે એન અંજારિયા સહિત વકીકો ઉપસ્થિત રહ્યા હતા.





