TANKARA:ધાર્મિક ભાવના સાથે મનોરંજન! ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે નાટક યોજાયું
TANKARA:ધાર્મિક ભાવના સાથે મનોરંજન! ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે નાટક યોજાયું
મોરબી વિસ્તારમાં નવરાત્રી થી લાભ પાંચમ સુધી કોઇને કોઇ નાં લાભાર્થે ધાર્મિક ભાવના સાથે મનોરંજન માણવા અને કોઈ ને કોઈ બોધપાઠ આપતા ઐતિહાસિક બનાવો ને નાટક સ્વરૂપે લોકોને મનોરંજન પીરસે છે. તેમાં ટંકારા તાલુકાના લજાઇ ગામે ગાયો ના લાભાર્થે છેલ્લા સતાવન વર્ષ થી ગામ નાં યુવાનો નાટક માં પાત્ર ભજવીને ધાર્મિક ભાવના સાથે મનોરંજન પીરસવાનું કામ કરી રહ્યા છે જે પરંપરા મુજબ નવરાત્રિ મહોત્સવ માં નાટક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા સાડા દશ લાખ નો ફાળો એકત્ર થયો છે.
આ બાબતે વાત કરીએ તો
મોરબી જીલ્લામાં આવેલ લજાઈ ગામમાં ગાય કે ગૌ વંશ રજડતા જોવા મળતા નથી કેમ કે. આ ગામે વર્ષો પહેલા સંકલ્પ કર્યો હતો કે “અમારી ગાય કદી કતલ ખાને ન જાય” જેને આજની તારીખે પણ ગામના ઉદ્યોગકારો, આગેવાનો અને યુવાનો સાર્થક કરી રહ્યા છે અને ગાયોના લાભાર્થે ગામના યુવાનો નવરાત્રીના એક દિવસ નાટકનું આયોજન કરે છે જેમાં ઉદ્યોગકાર અને ગામના જ યુવાનો ઘાઘરી પહેરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા પણ અચકાતા નથી
ટંકારા: નાં લજાઇ ગામે ઈ.સ. ૧૯૬૭ માં ટંકારાના લજાઈ ગામના ગાયોના ગોંદરે થયેલા સંકલ્પ- અમારી ગાય કતલખાને કદી ન જાય અંતર્ગત નિરાધાર અંધ-અપંગ ગાયોના લાભાર્થે લજાઈ ગૌશાળા દ્વારા નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ પાંચ ઓક્ટોબરને શનિવાર રોજ રાત્રે ૧૦ કલાકે લજાઈ ગામના ગાયોના ગોંદરે સોહંમદત બાપુ તથા લજાઈ ગામ સમસ્ત દ્વારા મહાન ઐતિહાસિક નાટક કૃષ્ણ વસ્ટી યાને દાનેશ્વરી કર્ણ અને સાથે હાસ્ય રસિક કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નાટક અને કોમિક નિહાળવા સમગ્ર મોરબી વિસ્તારમાં થી લોકો ઉમટી પડ્યા હતા અને આ ગૌશાળા નાં લાભાર્થે નાટક યોજાયું હતું જેમાં રૂપિયા સાડા દશ લાખ નો ફાળો એકત્ર થયો છે.