GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર LCB અવિરત ડીટેક્શન

જામનગર એલ.સી.બી.એ વધુ ગુના ડીટેક્ટ કર્યા
જામનગર
સીટી એ ડીવી પો.સ્ટે.તથા પંચ એ ડીવી પો.સ્ટે.તથા સીટી સી ડીવી પો.સ્ટે.ના ચાર ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને  જામનગર એલ.સી.બી.પોલીસ એ પકડી પાડ્યા છે
 પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર  એ નાસતા
ફરતા આરોપીઓને પકડી પાડવા જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ ગુજરાત પોલીસએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ. પી.એન મોરી તથા પો.સ.ઇ. એ.કે.પટેલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના રાકેશભાઇ ચૌહાણ તથા અરજણભાઇ કોડીયાતર તથા મયુદિનભાઇ સૈયદને હકિકત મળેલ આધારે જામનગર શહેરમાં એસ.ટી ડેપો પાસે થી નીચે જણાવેલ નામ વાળા નાસતા ફરતા લીસ્ટેડ વિશ્વાસઘાત, ચીટીંગ જેવા ગુન્હાનો આરોપી મળી આવતા પકડી પાડી પોલીસ હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજાએ મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનને વધુ કાર્યવાહી માટે સોપી આપેલ છે
પકડયેલ આરોપીનુ નામ
(૧) હેમતભાઇ સ/ઓ ત્રિકમભાઇ હંસરાજભાઇ કણસાગરા જાતે પટેલ ઉ.વ.૫૯ ધંધો ચોકીદારી રહે વાડલા ફાટક વંથલી રોડ વૈકુઠ પેલેસ એપોર્ટમેન્ટ- ૨૦૭ જુનાગઢ મુળ રહે.ખોડીયાર કોલોની એન.આઇ.આર.બંગલોઝ નં-૫૭ જામનગર છે આઆરોપી વિરૂધ્ધના ગુન્હાઓમાં
 જામ સીટી એ ડીવી પોલીસ સ્ટેરન ગુરન ૧૧૨૦૨૦૦૮૨૩૦૫૨૮/૨૦૨૩ કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૮,૪૬૯,
આઇ.ટી.એકટ કલમ ૬૬ (ડી) વિગરે (૨) જામ પંચ એ ડીવી પોલીસ સ્ટેરન ગુરન ૧૧૨૦૨૦૪૫૨૩૦૦૭૬/૨૦૨૩  કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ વિગરે
 જામ સીટી સી ડીવી પોલીસ સ્ટેરન ગુરન ૧૧૨૦૨૦૦૨૨૩૦૨૮૭/૨૦૨૩  કલમ ૪૦૬,૪૨૦,વિગરે જામ સીટી સી ડીવી પોલીસ સ્ટેરન ગુરન ૧૧૨૦૨૦૦૨૨૩૦૪૪૮/૨૦૨૩  કલમ ૪૦૬,૪૨૦, વિગરે છે
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. એ.કે.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, કાસમભાઇ બ્લોચ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, નારણભાઈ વસરા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકિયા કલ્પેશભાઇ મૈયડ, રાકેશભાઇ ચૌહાણ, ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
________________
જાણો
જામનગર ક્રાઇમ બ્રાંચ
_________________
સામાન્ય રીતે એલસીબીનું તેડુ આવે એટલે ટાટીયા ધ્રુજી જાય છે તેની સામે એલસીબી અધીકારી કર્મચારીઓની મહેનત કેટલી હોય છે?? તેની નોંધ કોઇએ લીધી??આઠ લાખની શહેરની અને એટલીજ જિલ્લાની મળી કુલ ૧૬ કે ૧૭ કે ૧૮ લાખની વસતીની શાંતિ સલામતી અને થયેલ ગુના શોધવા વરસે પંદરસો બે હજારને કદાચ “તેડુ” આવે તો કઇ ખોટુ નથી અને કાયદા મુજબ પોલીસને કોઇ ઉપર શંકા હોય તો પુછપરછ કરી શકે છે
જિલ્લા પોલીસ વડા SP ના સીધા જ માર્ગદર્શન અને સુચનાથી કામ કરતી એલસીબી ટીમ અંગે એસપી ઉપરાંત આઇ.જી.અને રાજ્ય સરકારની સ્ટેટ લેવલની ઓથોરીટી પાસે કામનું મુલ્યાંકન હોય છે
હવે જ્યારે એક ગુનો ડીટેક્ટ થાય ત્યારે તે અંગેની તપાસમા સૌ એ રાત દિવસ એક કર્યા હોય છે અનેકને પુછવુ વોચ ગોઠવવી કોમ્યુનિકેશન ચેક કરવા શકદારને ફેરવી ફેરવી પુછવુ તે પણ આટલી વસતી કે જ્યા જુઓ ત્યાં ગીરદી જ છે એટલે કે ભીડ વચ્ચે કોઇ નિર્દોષને અન્યાય ન થઇ જાય તેની કાળજી સાથે ટુકા સ્ટાફ ટાંચા સાધનો જુની કચેરી માં ક્યારેક જમ્યા ન જમ્યા તો ક્યારેક સુતા ન સુતા…..વગેરે સાથે હિંમતથી સુઝકાથી ફરજ બજાવવી અઘરી છે દરેક પોલીસ માટે ફરજ એક પડકાર જ છે અને જેમ જેમ વિશેષ બ્રાંચ તેમ તેમ પડકાર વધુ હોય છે
વળી ગુનેગાર પકડાયા એટલે પકડાયા એમ નથી એ પછી જ કાગળો કરવાની મથામણ શરૂ થાય છેવપ્રેસનોટ તો બ્રીફ છે સમગ્ર ડ્રાફ્ટીંગ પુરાવા જાળવવા નિવેદનો વગેરે બાદ જે તે પો.સ્ટે.ને સમગ્ર  સોપવુ વગેરે કંઇક કડાકુટ હોય છે
આવી મુખ્ય બ્રાંચના સ્ટાફનો “માભો” પડે તેનાથી અનેક ગણી કસોટી થાતી હોય અને અંગત ટાઇમટેબલ વેરવિખેર હોય છે કોક દિ આવી ફરજ બજાવતા સ્ટાફના જીવનમાં પણ ડોકીયુ કરવુ જોઇએ……… bravo TEAM LCB
___________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

__________________

Back to top button
error: Content is protected !!