યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના પાંચમા નોરતે એક લાખ માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૧૦.૨૦૨૪
યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રી ના પાંચમા નોરતુ તેમજ સોમવાર ના રોજ માઇ ભક્તો નું મહેરામણ ઉમટયુ હતુ.એક લાખ જેટલા માઇ ભક્તોએ માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમલાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખ્ખોની સંખ્યામાં આવતા હોય છે.તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી,તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત તેમજ શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.જેમા આજે આસો નવરાત્રિના પાંચમાં નોરતાએ સોમવાર ના રોજ માતાજીના દર્શનાર્થે રવિવાર મધ્યરાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો.ચારે કોર પગપાળા યાત્રાળુઓના કારણે જય માતાજીના ભારે જયઘોષ સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા ભક્તો જોવા મળ્યા હતા.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિર ના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજીના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.જયારે ભાવિક ભક્તો ની સુરક્ષા અને સલામતિ માટે પોલીસ દ્વારા તળેટીથી ડુંગર ઉપર નિજ મંદિર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જિલ્લા સમાહર્તાના ખાનગી વાહનો ડુંગર પર લઈ જવાના પ્રતિબંધના પગલે એસટી દ્વારા ૪૪, એસટી બસ ચલાવવામાં આવી હતી.જેના દ્વારા એસ.ટી.એ ૮૭૦, અપ એન્ડ ડાઉન ટ્રીપ જેમાં ૩૮,૪૫૨ યાત્રાળુ ઓ એ યાત્રા કરી હતી. જેના દ્વારા એસટીને ૭,૪૦,૬૧૦ રૂપિયાની આવક થઈ હતી.









