Rajkot: ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને પડધરીમાં “સેવાસેતુ” કાર્યક્રમ યોજાયો
તા.૮/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સરકારશ્રીની વિવિધ યોજનાનો આશરે ૬૦૦ લાભાર્થીઓએ લીધો લાભ
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વનું “સેવાસેતુ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે વાસ્તવમાં પ્રજાલક્ષી અભિયાન સાબિત થયું છે. જેમાં લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો મળે છે.
રાજકોટના પડધરી ખાતે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં ૫૦થી વધુ પ્રકારની વિવિધ સરકારની સેવાઓ મળી રહે છે. અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિવારણ થાય છે. આ કાર્યક્રમ અન્વયે આશરે ૬૦૦ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગામની મહિલાઓએ લાભ લીધો હતો.
આ પ્રસંગની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સર્વેને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આંગણવાડીની બહેનો દ્વારા પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી. જેનું ઉપસ્થિત સર્વેએ નિદર્શન કર્યું હતું. અને કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે ગામના આગેવાનશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.