NATIONAL

કાફેમાં વાંધાજનક હાલતમાં 40થી વધુ છોકરા-છોકરીઓ ઝડપાયાં

મુઝફ્ફરનગરના મહાવીર ચોક સ્થિત સ્વરૂપ પ્લાઝા માર્કેટમાં આવેલા બે કાફેમાં દરોડા પાડીને 40થી વધુ છોકરા-છોકરીઓની ધરપકડ કરી છે.

આજની યુવા પેઢીને શરમ નેવીને મૂકીને પણ મજા કરી લેવી છે. અમુક ઉંમર પહોંચ્યાં બાદ તો સમજી શકાય પરંતુ નાની ઉંમરમાં પણ છોકરા-છોકરીઓમાં શારીરિક ભૂખ ઉપડતી હોય છે અને વખત આવ્યે સંતોષી પણ લેતાં હોય છે. યુપીના મુઝફફરનગરના એક કાફેમાં વાંધાજનક હાલતમાં 40થી વધુ છોકરા-છોકરીઓ ઝડપાયાં છે. છેલ્લા ઘણા સમયથી કાફેમાં કંઈક ખોટું ચાલી રહ્યું હોવાની ફરિયાદો મળતાં પોલીસે દરોડા પાડ્યાં જેમાં ઘણી ડ્રેસમાં સ્કૂલની છોકરીઓ પણ મળી આવી હતી.
પોલીસે યુપીના મુઝફ્ફરનગરના મહાવીર ચોક સ્થિત સ્વરૂપ પ્લાઝા માર્કેટમાં આવેલા બે કાફેમાં દરોડા પાડીને 40થી વધુ છોકરા-છોકરીઓની ધરપકડ કરી છે. મોટાભાગની છોકરીઓ વિદ્યાર્થીઓ છે. બધાએ સ્કૂલ ડ્રેસ પણ પહેર્યો છે. પોલીસ તમામને પોલીસ સ્ટેશન લઈ આવી છે. પરિવારજનોને જાણ કરીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. પોલીસને કેટલાય દિવસોથી આ કાફેમાં આવી ગતિવિધિઓ ચાલતી હોવાની માહિતી મળી રહી હતી. આસપાસના લોકોએ અનેક વખત પોલીસને ફરિયાદ કરી હતી. જે બાદ સોમવારે અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો.
સર્ચ દરમિયાન કાફેમાંથી બિયરની બોટલો અને અન્ય વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી. આ વસ્તુઓ જોતા લાગી રહ્યું હતું કે અહીં અય્યાશી થઈ રહી હતી. પોલીસે તમામને કસ્ટડીમાં લીધા છે. સ્કૂલ ડ્રેસમાં પકડાયેલી યુવતીઓ શહેરની જાણીતી સ્કૂલની છે.

 

Back to top button
error: Content is protected !!