GUJARAT

સિમળી ગામે ચોરની દહેસત ફેલાવી ઘરો પર પત્થરો ફેંકવાના મામલે શિનોર પોલીસે ત્રણ ઈસમોને ઝડપી પાડયા

ફૈઝ ખત્રી...શિનોર વડોદરા જિલ્લાના શિનોર સહિતના ગામોમાં ચોર આવે છે અને ઘરો પર પત્થરો મારે છે તેવી બૂમો વચ્ચે તાલુકાના મોટા ભાગ ના ગામોના લોકો રાત્રી ઉજાગરા કરી ગામની ફેરી ફરવા મજબૂર બન્યાં છે.ત્યારે ચોર આવતા હોવાની વાતો એક માત્ર અફવા છે,અને કાયદો હાથમાં ન લેવા તેમજ કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા શિનોર તાલુકા પોલીસ દ્વારા લોકોને સતત અપીલ પણ કરવામાં આવી રહી છે.ત્યારે શિનોર તાલુકાના સિમળી ગામે પણ ચોર આવે છે અને ઘરો પર પત્થરો મારે છે,તેવી બૂમો ઉઠવા પામી હતી.જેને લઇને ગ્રામજનો આખી રાત હથિયારો અને લાકડા ના દંડા સાથે ગામની રખેવાળી કરવાં મજબૂર બન્યાં છે.ત્યારે ગામમાં ચોર આવતાં હોવાની દહેશત વચ્ચે સિમળી ગામના CCTV વિડિયો ફૂટેઝ સામે આવ્યા છે.જેમાં ગામનો જ એક વ્યક્તિ રાત્રીના સમયે પત્થરો લેતાં CCTV કેમેરામાં કેદ થયો છે.ત્યારે CCTV ફૂટેજ સામે આવ્યાં બાદ શિનોર પોલીસ તરત જ એક્શનમાં આવીને ગણતરીના કલાકોમાં જ યુનુસ દીવાન,પ્રહલાદ વસાવા અને રમેશ વસાવાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે ચોરો ની દહેશત ફેલાવી ગ્રામજનોમાં ભય નો માહોલ ઉભો કરનારા ત્રણેવ ઈસમો સામે શિનોર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!