AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા TRB જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને હડતાળ પર ઉતર્યા

રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા TRB જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને છેલ્લા કેટલાક સમયથી માગ કરી રહ્યાં છે, ત્યારે તેમની માગ સામે સંતોષકારક જવાબ ન મળતા આખરે TRBના જવાનો પગાર વધારા સહિતની માગને લઈને આજથી હડતાળ પર ઉતર્યા છે.

મળતી માહિતી પ્રમાણે, હાલમાં TRBમાં ફરજ બજાવતા જવાનોને રોજના 300 રૂપિયા લેખે પગાર મળે છે, ત્યારે જવાનો તેની સામે 500 રૂપિયા પગાર ચૂકવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્યારે હવે અમદાવાદના 1600થી વધુ TRB જવાનો સહિત રાજ્યભરના આશરે 10 હજાર જેટલા જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા રહેશે નહીં અને નક્કિ કરેલી જગ્યાએ હડતાળ કરશે.

આ ઉપરાંત, TRB જવાનો દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પોતાના માંગણીઓને લઈને રજૂઆત કરશે.

સરકારે ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો બાદ TRB જવાનોને તેનો લાભ મળ્યો નથી, ફક્ત વાયદાઓ જ કરવામાં આવે છે. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગારવધારો ન કરાતા આખરે TRB જવાનોએ ઉગ્ર આંદોલન ચિમકી ઉચ્ચારી છે.

Back to top button
error: Content is protected !!