BANASKANTHAGUJARATPALANPUR

અડાજણ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ” ધ રેડિયન્ટ રમઝટ 2k24 ” પાંચ દિવસીય મહોત્સવ ની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી 

7 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

સ્કૂલના કેમ્પસમાં પાંચ દિવસ નવરાત્રી રાસ ગરબા નો ભવ્ય સેલિબ્રેશન થયેલ હતું.સુરત જહાંગીરબાદ ઉગત કેનાલ રોડ પર આવેલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તા.૧ ને સોમવાર થી તા.૫ ને શનિવાર સુધી ” ધ રેડિયન્ટ રમઝટ 2k24 ” નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે શહેર પોલીસ કમિશનર અનુપમ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાળામાં ઉપસ્થિત ૪ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધિત કરતા યુવા પેઢી ડ્રગ્સ જેવા વ્યસનથી દૂર રહે તે માટે ‘ નો ડ્રગ્સ ‘ કેમપેઈન થી અવગત કરવા સાથે ટ્રાફિક અવરનેસ સાથે શિસ્તબંધ સુરત બનાવવા અપીલ કરી હતી. વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિનું સિંચન થાય તે માટે ધ રડિયન્ટ રમઝટનું ભવ્ય આયોજન કરવા માટે પોલીસ કમિશનરે શાળાના ફાઉન્ડર રામજીભાઈ માંગુકિયા ને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે શાળાના ટ્રસ્ટી જીગ્નેશ માંગુકિયા અને મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા ને શૈક્ષણિક ક્ષેત્રે અવિરત ક્રાંતિ અને ઉચ્ચતમ શિખરો પાર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. ધ રેડિયન્ટ રમઝટના બીજા દિવસે સુરત મહાનગરપાલિકા મેયર, ઉપસ્થિત રહ્યા હતા. આમ પાંચ દિવસના મહોત્સવ ની ભવ્ય ઉજવણી થઈ હતી અને વિદ્યાર્થીઓને વાલીઓ તેમજ સ્કૂલ સ્ટાફના તમામ લોકો રાસ ગરબા રમીને રમઝટ બોલાવી હતી.

Back to top button
error: Content is protected !!