BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ સાયન્સ,આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું ગૌરવ

8 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચૌધરી નેત્રા બાબુભાઈ ,(બી.એ.સેમ-3) કે જેઓ નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમી મારફતે નાગપુર ખાતે યોજાયેલી 35મી વેસ્ટ ઝોન નેશનલ જુનિયર એથ્લેટ ચેમ્પિયનશિપ-2024 માં તેઓએ “Discus throw” (ચક્ર ફેક)માં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ તેઓએ ગુજરાત રાજ્ય તથા મહેસાણા જિલ્લા તેમજ વિસનગર તાલુકાનું અને આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરનું નામ રોશન કરેલ છે .આ સિદ્ધિ બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ અને સ્ટાફમિત્રો તરફથી વિદ્યાર્થીનીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!