GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લીલાપર રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના લીલાપર રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ખડીયાવાસમાં એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળેલ કે લીલાપર રોડ ખાતે આવેલ ખડીયાવાસમાં રહેતા દેવરાજભાઈ પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત મળેલ બતમીના સ્તગલ તપાસ કરતા એક ઈસમ પ્લાસ્ટિકના ઝબલામાં શંકાસ્પદ હાલતમાં કોઈ વસ્તુની હેરાફેરી કરતો જોવામાં આવતા તેને રોકી તલાસી લેતા પ્લાસ્ટિકના ઝબલામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૦૬ નંગ બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી દેવરાજભાઈ બાબુભાઈ છુસીયા ઉવ.૨૫ રહે લીલાપર રોડ ખડીયાવાસવાળાની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.