જામનગરમાં રોજગાર મેળો-વધુ એક તક

*આગામી તા.11 ઓક્ટોબરના રોજ જિલ્લા રોજગાર કચેરી ખાતે મેગા જોબ ફેર તથા એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન*
જામનગર તા.08 ઓકટોબર, જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર તથા આઈ.ટી.આઈ. જામનગરના સંયુક્ત ઉઓક્રમે આગામી તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ મેગા જોબફેર તથા એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી મેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ પોતાનો બાયો ડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ સાથે તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આઈ.ટી.આઇ કેમ્પસ જામનગર ખાતે સવારે ૧૦.૦૦ કલાકે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારી જામનગર તથા આચાર્ય શ્રી આઈ.ટી.આઈ.જામનગર દ્વારા જણાવવામાં આવે છે.
000000
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





