GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA ટંકારા તાલુકાના વિરપર થી રાજપરને જોડતો રોડને ડામર પટ્ટી બનાવવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી

TANKARA ટંકારા તાલુકાના વિરપર થી રાજપરને જોડતો રોડને ડામર પટ્ટી બનાવવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી

 

 

મોરબી તાલુકામા વિરપર થી રાજપરને જોડતો કાચો રસ્તો ડામર પટ્ટી કરી આપવા બાબતે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.


મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી તાલુકામાં વીર૫૨થી રાજપરને જોડતો કાચો રસ્તો આવેલ છે. જો આ કાચા રસ્તાને ડામરપટ્ટી કરવામાં આવે તો હાઈવે સુધી જવા માટે ખુબ જ ઓછું અંતર થાય તેમ છે અને સમયનો પણ બચાવ થાય તેમ છે. તેમજ વધુમાં હાલમાં રાજપરથી હાઈવે સુધી જવા માટે શનાળા તરફ જવું પડે છે, તેમજ આ રસ્તા ઉપર ટ્રાફીકની સમસ્યા રહે છે. વધુ ટ્રાફીકના કારણે અકસ્માતના બનાવો પણ બનેલ છે. જો વીરપરથી રાજપર સુધીના કાચા રસ્તાને ડામરપટ્ટી બનાવવામાં આવે તો ટ્રાફીક અને અકસ્માતની સમસ્યા હલ થાય તેમ છે. જેથી વીરપરથી રાજપરને જોડતા કાચા રસ્તાને ડામરપટ્ટી કરી આપવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ માંગ કરી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!