AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

વર્ષ ૨૦૨૪માં ડેન્ગ્યુ કેસમાં નોંધપાત્ર ઘટાડો: પોઝિટીવીટી દરમાં ૧.૨% ઘટાડો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

રાજ્યમાં આ વર્ષે ડેન્ગ્યુ કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૩ના ૪.૭% પોઝિટીવીટી રેટની સરખામણીમાં ૨૦૨૪માં પોઝિટીવીટી દર ૩.૫% રહ્યો છે. આ પ્રમાણમાં ઘટાડો રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અભિગમ, ત્વરિત નિદાન અને અસરકારક જનજાગૃતિ અભિયાનને ફળ છે.

વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં ૧,૪૯,૮૪૪ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૭,૦૮૮ ડેન્ગ્યુ પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૪માં ૨,૨૧,૩૫૮ સેમ્પલ ટેસ્ટ થયા, જેમાં ૭,૮૨૦ કેસ પોઝિટીવ મળ્યા હતા. આ તરફ ડેન્ગ્યુ પોઝિટીવીટી દરમાં ૧.૨% નો ઘટાડો થયો છે.

ડેન્ગ્યુના ત્વરિત નિદાન માટે આ વર્ષે ડેન્ગ્યુ NS1 પ્રકારની ૧૭૦૦ કીટ્સ (૧,૬૩,૨૦૦ ટેસ્ટ) રાજ્ય સરકાર દ્વારા ખરીદવામાં આવી હતી. ભારત સરકાર તરફથી પ્રદાન કરવામાં આવેલી ૬૧૧ ડેન્ગ્યુ IGM કીટ (૫૮,૬૫૬ ટેસ્ટ) પણ કેન્દ્રોને ફાળવવામાં આવી હતી.

રાજ્યમાં એપ્રિલ, મે અને સપ્ટેમ્બર મહિનામાં હાઉસ ટુ હાઉસ ફીવર સર્વે, એન્ટીલાર્વલ એક્ટિવિટી અને પ્રચાર-પ્રસારની ઝુંબેશ હાથ ધરવામાં આવી. આ અંતર્ગત અનુક્રમે ૮૬%, ૮૯% અને ૯૨% વસ્તીને આવરી લેવામાં આવી હતી.

ચોમાસાની ઋતુ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં ૨૪૬૦ માણસોની ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડેન્ગ્યુ નિયંત્રણ માટે તમામ જરૂરી લાર્વીસાઇડ અને એડલ્ટીસાઇડ સાદા અને પ્રભાવશાળી રીતે ઉપલબ્ધ કરાવાયા હતા.

ડેન્ગ્યુ માટે કયા પ્રકારનો વાયરસ સંક્રમિત છે તે જાણવા માટે મોસ્કીટો સેમ્પલ અને સીરમ સેમ્પલ BJ મેડિકલ કોલેજ અને GBRC ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. પરિણામો અનુસાર રોગ નિયંત્રણની કામગીરીનું આયોજન અને અમલીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ૧૧૩૯ સ્પેશ્યાલીસ્ટ તબીબોને “ક્લિનિકલ મેનેજમેન્ટ ઓફ ડેન્ગ્યુ” માટે તાલીમ આપવામાં આવી છે. સાથે જ ડેન્ગ્યુ પોઝિટીવીટી દરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે, ખાસ કરીને ૫૦મા અને ૫૧મા અઠવાડિયામાં, જે રાજ્ય સરકારની ઝુંબેશ સફળતાનું મુખ્ય ઉદાહરણ છે.

રોગ નિયંત્રણના પ્રયાસોને ધ્યાનમાં રાખીને આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આ ઉદારણ રાજ્ય સરકારની સજાગ અને કાર્યશીલ નીતિ દર્શાવે છે.

Back to top button
error: Content is protected !!