
તિલકવાડા : મહિલાનો મૃતદેહ ટ્રેકટરમાં લઈ જવાતાં ભાજપના જી. પં. પ્રમુખ અને આપ કાર્યકર્તાઓ વચ્ચે ચકમક
દીપડાએ હુમલો કરતા અલવા ગામની મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે પીએમ કર્યા બાદ મહિલાનો મૃતદેહ ટ્રેક્ટર માં લઈ જવા હતા આપ કાર્યકર્તાઓ રોષે ભરાયા
ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ એ ” આવું જ ચાલતું આવ્યું છે અને આવું જ ચાલશે” તેઓ ઉડાવ જવાબ આપ્યો હોવાના આપ કાર્યકર્તાઓના આક્ષેપ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામની મહિલાને ૭ મીની રાત્રે ઘરના પાછળના ભાગેથી નાહવા બેઠા હતા ત્યારે અચાનક કપાસના ખેતરમાંથી દીપડો આવી મહિલા ને ગળાના ભાગે પકડી એને ખેંચી ને લઈ જાય છે અને આજુબાજુના લોકો તરત દોડીને આવે છે અને આ ઘાયલ મહિલા સુમિત્રાબેન તડવી ને તિલકવાડા સિવિલ હોસ્પિટલ પર એમને સારવાર માટે લઈ જવામાં આવે છે ત્યાં એમને મૃત જાહેર કરવામાં આવે છે.
આ ઘટનાની જાણ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, અર્જુનભાઈ માછી અને તેમની ટીમ દવાખા ને પરિવારજનો ની મુલાકાત લીધી તેમજ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસીંગભાઈ તડવી પણ હોસ્પિટલે પહોંચ્યા હતા.
તિલકવાડા સિવિલ હોસ્પિટલમાં મૃતક મહિલાનું પીએમ કર્યા બાદ જ્યારે મૃતદેહ ને એમના ઘરે અંતિમ સંસ્કાર માટે ટ્રેક્ટરની ટ્રોલીમાં લઈ જવામાં આવે છે આ દ્રશ્ય જોઈ આપ કાર્યકર્તાઓ એ ઉપસ્થિત ભાજપ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખને સવાલ કર્યો કે આ તાલુકાની હોસ્પિટલમાં એક સબવાહિની પણ નથી કે જેનાથી આવા આકસ્મિક મૃત્યુ પામેલ વ્યક્તિને તેના ઘર સુધી પહોંચાડી શકાય ત્યારે સામે નર્મદા જિલ્લા પંચાયત ના (ભાજપ) પ્રમુખે જવાબ આપ્યો કે ” આવું ચાલતું આવ્યું છે અને ચાલતું જ રહેશે” તેવો આપ જિલ્લા પ્રમુખે આક્ષેપ કર્યો છે જોકે આ બાબતે બંને વચ્ચે ચકમક જોવા મળી હતી આપ કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખની ગાડી આગળ બેસી ગયા હતા અને તિલકવાડા તાલુકામાં સબ વાહિની માટે ઉગ્ર માંગ કરી હતી
વધુમાં આપ પ્રમુખે જણાવ્યું હતું કે જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે ત્યાં કરોડો રૂપિયા વપરાઇ રહ્યા છે પણ તેમ છતાં આજે તમે અમારા વિસ્તારમાંથી ચૂંટાઈને આવો છો પણ તિલકવાડા સિવિલ હોસ્પિટલમાં સબવાહિની નથી ત્યારે એ દુઃખદ બાબત કહી શકાય
જોકે ભાજપ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ આપ કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી ત્યારે ઉપસ્થિત પોલીસ અને અન્ય કાર્યકર્તાઓએ બંને પક્ષને સમજાવીને મામલો ઠાડે પાડ્યો હતો





