ભરૂચ: પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRF કામે લાગી, અંતે મોકડ્રિલ જાહેર કરાય

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ રેલવેમાં પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી જો કે બાદમાં આ મોકડ્રિલ જાહેર થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો
ભરૂચ રેલવેમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા! 5 મુસાફરોને પહોંચી ઇજા, એન.ડી.આર.એફ.ની ટીમ કામે લાગી, અંતે મોકડ્રિલ જાહેર કરાય
ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગ પણ જોડાયું
ભરૂચ રેલવેમાં પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી જો કે બાદમાં આ મોકડ્રિલ જાહેર થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો
ભરૂચ રેલવે યાર્ડમાં આજરોજ સવારના સમયે પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા દોડધામ મચી જવા પામી હતી બનાવને જાણ સત્તાની સાથે જ એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી આ ઘટનામાં પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે અંતે આ ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.રેલવેમાં પાટા પરથી ટ્રેન ખડી પડવાની અનેક ઘટનાઓ બને છે જેમાં સેંકડો લોકોને નુકસાન પહોંચે છે ત્યારે આવી દુર્ઘટનાઓમાં કરવામાં આવતી કામગીરીનું એન.ડી.આર.એફ દ્વારા. રિહર્સલ યોજાયું હતુ. ભરૂચ રેલવે યાર્ડમાં ટ્રેન પાટા પરથી ખડી પડી હોય તેવુ દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું અને આ સમયે કરવામાં આવતી કામગીરી રિહર્સલ કરાયું હતું. આ મોકડ્રીલમાં એન.ડી.આર.એફ., રેલવે વિભાગ, ફાયર વિભાગ તેમજ આરોગ્ય વિભાગની વિવિધ ટીમો જોડાઈ હતી આ પ્રકારની દુર્ઘટનાઓમાં એનડીઆરએફનો રિસ્પોન્સ ટાઈમ વધે તે માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.




