PANCHMAHALSHEHERA

વિકાસ સપ્તાહ અંતર્ગત “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈને સંકલ્પબધ્ધ બનતાં તાલુકા કક્ષાના કર્મયોગીઓ

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

********

*પંચમહાલ, બુધવાર ::* ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકકાભિમુખ અને સક્રિય શાસનના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગુજરાતના વિકાસની વણથંભી વણઝાર ચાલુ છે, જેને આ વર્ષે ૨૩ વર્ષ પૂર્ણ થાય છે, આ સંદર્ભે તા. ૭મી ઓક્ટોબરથી તા.૧૫ મી ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાએથી લઈને તાલુકાકક્ષા તથા ગ્રામ્ય કક્ષાએ લોકોને સુશાસનથી અવગત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાની તમામ તાલુકા કચેરીઓ ખાતે કાર્યરત સરકારી કચેરીઓના અધિકારી કર્મચારીઓ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈને સંકલ્પબદ્ધ બની વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

 

Back to top button
error: Content is protected !!