કનુભાઈ આચાર્ય લેખિત બનાસકાંઠાની લોકવાર્તાઓ પુસ્તકનું થયું દબદબાભેર વિમોચન
9 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
ઉતર ગુજરાતના ખૂબ જ ઉચ્ચ કક્ષાના લેખક,કવિ, સાહિત્યકાર,સંપાદક કનુભાઈ આચાર્ય લેખિત પુસ્તક બનાસકાંઠાની લોકવાર્તાઓનું વિમોચન ડીસા ખાતે લાયન્સ કલબ ઓફ ડીસા તેમજ બનાસ સાહિત્ય કલાસંઘના ઉપક્રમે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય રીતે કરવામાં આવ્યું હતું.આ દિવ્ય અવસરે વિમોચક તેમજ અધ્યક્ષ સ્થાને જાણીતા સર્જન ડો.સી.કે.પટેલ અને આશીર્વચન દાતા તરીકે ડો.નવીનકાકા શાહ ઉપસ્થિત રહ્યા હતા.લાયન્સ કલબ ઓફ ડીસાના પ્રમુખ સુરેશભાઈ કોઠારી,મંત્રી નિલેશભાઈ કંસારા તેમજ બનાસ સાહિત્ય કલાસંઘના મહામંત્રી ભગવાનદાસ બંધુ,મંત્રી નાથાલાલ બ્રહ્મક્ષત્રિયના આમંત્રણને માન આપી મુખ્ય મહેમાનો તરીકે પાલનપુરના ડો.સુરેન્દ્ર ગુપ્તા, રાધનપુર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડો.મહેશભાઈ મુલાણી, સૂરતના કવિ મંથન ડીસાકર, તંત્રી વિક્રમભાઈ શેઠ, નોર્થ ગુજરાત ટેકસ બાર એસોસિયેશનના પ્રમુખ દીલીપભાઇ વકીલ, જાણીતા લોકકલાકાર દીપકભાઈ જોષીએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો. ઢબૂકતા ઢોલના નાદે તેમજ શરણાઈના સૂર સાથે પુસ્તકનું વિમોચન થયા બાદ મંચસ્થ મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ઈશ્વરભાઈ રાવળ, બળદેવભાઈ રાયકા, મહેશભાઈ મનવર, ચંદુભાઈ એટીડી, આનંદભાઈ પી.ઠકકર સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.ખૂબ જ મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના પ્રારંભે પ્રાર્થના કુમારી ફેની પટેલે રજૂ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સમયબદ્ધ પ્રસંગોચિત સુચારૂ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.સૌ માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી.સાહિત્ય રસિકોએ પુસ્તકો ખરીદીને લેખક તેમજ પ્રકાશકને અનુમોદના આપી હતી. વિનોદ બાંડીવાળા ડીસા




