MORBI:મોરબીના એવન્યુ પાર્ક પાસે નાલાની કામગીરી તાત્કાલિક ધોરણે કરાવામાં ન આવે તો મોરબી આમ આદમી પાર્ટી દ્વારા નાલુ ખુલ્લું મૂકી દેવાની ચીમકી
MORBI:મોરબીના એવન્યુ પાર્ક પાસે નાલાની કામગીરી તાત્કાલિક ધોરણે કરાવામાં ન આવે તો મોરબી આમ આદમી પાર્ટી દ્વારા નાલુ ખુલ્લું મૂકી દેવાની ચીમકી
રવાપર રોડ ઉપર એવન્યુ પાર્ક પાસે આવેલ નાલુ છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્રારા બંધ કરવામા આવેલ છે તેમ છતા તે નાલા ની કોઈજ રીપેરીંગ કે નવુ બનાવવાની કામગીરી તંત્ર દ્રારા છેલ્લા ઘણા સમય થી કરવામાં આવતી નથી. જયારે રવાપર રોડ નવો બનતો તો ત્યારેજ આ નાલા ની કામગીરી સાથે સાથે કરવાની જરૂર હતી. તેમ છતા તમારા એન્જીનીયર કે તંત્ર દ્રારા કસુજ કરવામાં આવ્યુ નોતુ. આ રોડ બંધ કરવાથી રવાપર રોડ ઉપર રહેતા લોકો ને પારાવાર મુશ્કેલી પડી રહી છે. છતા પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આ નાલા ની કામગીરી તાત્કાલીક ચાલુ કરવામા આવે એવી માંગણી છે અને જો તંત્ર ધ્યાન આપશે નહી તો આવનારા સમયમાં અમારી ટીમ તેમજ લોકોને સાથે રાખી નાલુ ખુલ્લુ કરવામાં આવશે અને આની તમામ જવાબદારી મોરબી નગરપાલીકા ની રહેશે.