મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર અને મોટીરાઠ રોડ ઉપર જીવના જોખમે મુસાફરી કરતા લોકો

મહીસાગર જિલ્લાના કડાણાના દીવડા મુનપુર અને મોટીરાઠ રોડ પર જીવના જોખમે મુસાફરી કરતા લોકો…
અમીન કોઠારી મહીસાગર
તા.૯/૨/૨૪
👉 કોના રહેમ નજર હેઠળ જાહેર માર્ગ પર મુસાફરોની લટકે છે જિંદગી??

અત્રે ખાસ ઉલ્લેખની આ બાબત એ છે કે, રાજ્ય સરકાર વાહન ચાલકો જીવ ગુમાવવો ન પડે તે માટે તેઓને હેલમેટ પહેરવાનું કહે છે ત્યારે કડાણા તાલુકામાં ખાનગી વાહન ચાલકો વાહનોમાં ઘેટા બકરાની જેમ પેસેન્જરોનાં જીવ જોખમાય તે રીતે વાહનમાં પેસેન્જર ભરતા હોય છે,
આવા
ખાનગી વાહન ચાલકોએ ઉડાડ્યા ટ્રાફિક નાં નિયમોના ધજાગરા….
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે, દીવડા મુંનપુર સરસવા મોટી રાઠ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો પોતાના ઘરે થી તાલુકા કક્ષાએ આવન જાવન કરવાં માટે જોખમી મુસાફરી કરી ખાનગી વાહન નો સહારા લેતાં હોય છે, આવા વાહન ચાલકો ટ્રાફિકના નિયમો નેવે મુકી લોકોને મોતની સવારી કરાવતાં હોય છે,
આવો “મોતની સવારીનો વીડિયો” સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવી ગાડીમાં જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા છે. તે કેટલે અંશે વ્યાજબી ગણાય.
ખાનગી વાહનમાં કેપીસીટી કરતા વધારે મુસાફરો કમાન્ડર જીપ ગાડીમાં મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે મોટી ઘટના સર્જાય અને લોકોનો જીવ ગુમાવવાનો વારો આવે તો તે માટે જવાબદાર કોણ ??? આવા સવાલો લોકોમાં જોર સોરથી ચર્ચા રહ્યા છે.
મહીસાગર જિલ્લાની આવા લે ભાગુ જીભ ગાડી રેકડા વાળા કે પછી બીજી અન્ય ગાડીઓમાં વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરાવતા હોય તેમની સામે કાયદેસરના શિક્ષાત્મક અને દંડનાત્મક પગલાં ભરશે ખરી???સ્થાનિક પોલીસ ની કામગીરી પર સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.
પોલીસ તંત્ર આવા કાયદા નું ઉલંગન કરતા વાહન ચાલકો સામે ક્યારે લગામ લગાવશે તે હવે જોવાનું રહ્યું.






