કાંકરેજ તાલુકા થરા પાર્શ્વનગર સોસાયટીમાં ૬૦૧ શંખનું પૂજન કરવામાં આવ્યું.
રામેશ્વરથી ૬૦૧ શંખ મંગાવી વિધિ વિધાનથી પુજાવિધિ કરાવતા અણદાભાઈ પ્રજાપતિ...
કાંકરેજ તાલુકા થરા પાર્શ્વનગર સોસાયટીમાં ૬૦૧ શંખનું પૂજન કરવામાં આવ્યું.
——————————————–
રામેશ્વરથી ૬૦૧ શંખ મંગાવી વિધિ વિધાનથી પુજાવિધિ કરાવતા અણદાભાઈ પ્રજાપતિ…
——————————————–
કાંકરેજ તાલુકા વહેપારી મથક થરામાં શ્રી રામદેવપીર સેવા સમિતિ દ્વારા રાજસ્થાન ખાતે છેલ્લા ૨૧ વર્ષથી રણુજા પદયાત્રીઓ અને અન્ય તીર્થસ્થળોએ દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવાની સાથે સાથે અન્ય સેવાકાર્યો જેવા કે પાટ પૂજન કથા યજ્ઞ પ્રતિષ્ઠા નેત્રયજ્ઞ જેવા કાર્યોમાં કાર્યરત એવી શ્રી રામદેવપીર સેવા સમિતિ (જય બાબારી ટીમ.થરા) દ્વારા થરા ખાતે શ્રી બાબારી ટીમ ના એવમ શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિના નિવાસ સ્થાને વિષ્ણુ ભગવાનને પ્રિય એવા ૬૦૧ શંખના પૂજન આસોસુદ પાંચમ ને મંગળવાર તા. ૦૮/૧૦/૨૦૨૪ ના રોજ શાસ્ત્રી વિજયભાઈ જોષી રૂનીવાળાના મુખારવિંદે શાસ્ત્રોકત વિધિવિધાનથી જયંતિભાઈ પટેલ,ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, થરા નગર પાલિકા કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ,ઉમેશભાઈ પ્રજાપતિ નેકારિયા,રમેશભાઈ પ્રજાપતિ,કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ સહીત બાબારી ટીમના સભ્યોની ઉપસ્થિતિમાં સંખની પૂજા અર્ચના કરવામાં આવી હતી. સમિતિ દ્વારા ભાદરવાના મેળામાં એક માસથી વધુ સમય માટે સેવાકેમ્પ ચલાવી પૂર્ણાહુતિ પછી સમિતિના ૬૦૦ થી ઉપર આજીવન સભ્યોને ચોખ્ખા ઘીની બૂંદી પ્રસાદીરૂપે દરેકના ઘેર પહોચતી કરે છે અને સમયાંતરે કાયમી સંભારણું રહે તેવી ભેટ પણ આપે છે આ અગાઉ દરેક સભ્યોને ૬૦૦ નંગ રામદેવપીરની પિત્તળની મૂર્તિઓની પૂજાવિધિ કરાવી દરેકને આપી હતી જે અન્વયે પ્રખર રામદેવ રામાયણના કથાકાર શ્રીરાધે ક્રિષ્ણાબાપુએ કહેલ કે મે ૩૦૦ ઉપરાંત કથાઓ કરી બાબાના પ્રચારમાં હુ નથી કરી શકયો તેનાથી વિશેષ કામ અણદાભાઈએ કરી ૬૦૦ ઘેર રામાપીરને પુજતા કર્યા છે આ વર્ષે કોઈ વિચારી ન શકે તેવું કામ કે જે દેવસ્થાનમાં શંખ અત્યંત જરૂરી છે તેવો અકલ્પનીય વિચાર ને અમલમાં મુકી આટલા મોટા જથ્થામાં એક સરખા શંખ મેળવવા અશક્ય છે તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષની મહેનત પછી છેક રામેશ્વરથી શંખ મંગાવી તેની જરૂરી પુજાવિધિ કરાવી દરેકના નિવાસ સ્થાને શંખ નારાયણનું સ્થાપન કરાવશે શંખ વિષ્ણુ ભગવાનને પ્રિય છે અને વિષ્ણુ ભગવાનને પ્રિયવસ્તુ આપણા ઘેર હોય તો લક્ષ્મીજી રાજી થાય જ અને લક્ષ્મીજી અવશ્ય આપણા ઘેર આવે જ તેમ અણદાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો ૯૯૭૯૫૨૧૫૩૦