WANKANER:વાંકાનેર શહેરમાં નવરાત્રી દરમિયાન સીન સપાટા મારતા ઇસમોના વાહનો ડીટેન કરી કાયદાનું ભાન કરાવ્યું
WANKANER:વાંકાનેર શહેરમાં નવરાત્રી દરમિયાન સીન સપાટા મારતા ઇસમોના વાહનો ડીટેન કરી કાયદાનું ભાન કરાવ્યું
પવિત્ર નવરાત્રી તહેવાર દરમિયાન રાત્રિના આવારા તત્વો દ્વારા બાઇકથી ખોટા સીનસપાટા કરવામાં આવતા હોય છે ત્યારે પોલીસ તંત્ર કોઈ પણ સંજોગોમાં કોઈ જ અનિચ્છનિય ઘટના ઘટે નહિ તે માટે રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરે છે ત્યારે શહેરના માર્ગો પર સીન સપાટા મારતા ઇસમોના વાહનો ડીટેઈન કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું
નાયબ પોલીસ અધિક્ષક એસ એચ સારડાના માર્ગદર્શન હેઠળ સીટી પીઆઈ એચ વી ઘેલા, પીએસઆઈ ડી વી કાનાણી, પીએસઆઈ વી કે મહેશ્વરી સહિતની ટીમ નવરાત્રીને પગલે સતત પેટ્રોલિંગ કરતી હોય જેમાં ગત રાત્રીના શહેરની તમામ ગરબીઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને શહેરના નવાપરા, મિલ પ્લોટ, જકાતનાકા અને માર્કેટ ચોક સહિતના સ્થળોએ સીનસપાટા નાખતા, ત્રિપલ સવારીમાં નીકળેલા અને જરૂરી કાગળો વગરના ૧૦ બાઈક ડીટેઈન કરવામાં આવ્યા હતા
વધુમાં PI ઘેલાએ જણાવ્યું હતું કે શહેરમાં કોઈ પણ વાહન ચાલકો દ્વારા ગરબીના સ્થળોએ કે માર્ગો પર ભયજનક રીતે વાહન ચલાવશે કે ખોટા સીન સપાટા મારશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે પોલીસની કાર્યવાહીથી સાગટા બની બેફામ દોડાવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે