BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ પોલીસનો સપાટો, તહેવારોના સમયમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા જાહેરનામા ભંગના 203 કેસ કરાયા

 

સમીર પટેલ, ભરૂચ

હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ગંભીર પ્રકારના બનાવો ન બને તેની તકેદારીના ભાગરૂપે અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઔદ્યોગિક વસાહતમાં આવેલ પડાવો નાંખીને વસવાટ કરતા પરપ્રાંતીય મજુરોનુ સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમ્યાન કોન્ટ્રાકટરો દ્વારા પોલીસ વેરીફીશન ન કરાવેલ હોય તેમજ મકાન માલીકોએ ભાડા કરાર નોંધણી ન કરવાવાળા વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ- ૨૦૩ કેસો તથા શંકાસ્પદ ઇસમોના બી- રોલ – ૩૧૪ ભરવાની કામગીરી ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.ભરૂચ પોલીસ દ્વારા જિલ્લાના 19 પોલીસ મથકમાં જાહેરનામા ભંગના કુલ 203 કેસ કરવામાં આવ્યા છે જેનાથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.સૌથી વધુ કેસ ઔદ્યોગિક વસાહત ધરાવતા દહેજ અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાયા છે
આગામી દિવસોમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી ચાલુ જ રાખવામાં આવશે.

Back to top button
error: Content is protected !!