MORBI:મોરબી શહેર મહિલા પોલીસની શી ટીમની નવરાત્રી દરમિયાન કડક કાર્યવાહી: કેફીપીણું પીધેલા કુલ ૧૯ ઇસમો ઝડપી પાડીયા અને ૧૨૧ મોટર સાયકલ ડિટેઇન કર્યા
MORBI:મોરબી શહેર મહિલા પોલીસની શી ટીમની નવરાત્રી દરમિયાન કડક કાર્યવાહી કેફીપીણું પીધેલા કુલ ૧૯ ઇસમો ઝડપી પાડીયા અને ૧૨૧ મોટર સાયકલ ડિટેઇન કર્યા
મોરબી સહિત રાજ્યમાં નવરાત્રીના નોરતામાં યુવા- વૃદ્ધ, બાળકો દરેક વ્યક્તિ માતાજીની આરાધના કરે તેમજ ભયમુક્ત વાતાવરણમાં મન મુકીને ગરબા રમે ખાસ કરીને માતા-બહેનોની સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ દ્વારા ખડેપગે રહી અસામાજિકતત્વો ઉપર બાઝ નજર રાખવામાં આવી છે. આ સિવાય મહિલા પોલીસની શી ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે, હાલ નવરાત્રીના આઠ નોરતા પૂર્ણ થઈ ગયા છે, ત્યારે મોરબી શહેર મહિલા પોલીસની શી ટીમ દ્વારા આ આઠ નોરતા દરમિયાન લોકો ભયમુક્ત અને શાંતિપૂર્વક તહેવાર ઉજવી શકે તે માટે મોરબી શહેર એ ડિવિઝન પોલીસની શી ટીમ દ્વારા મહિલાઓ યુવતીઓની સુરક્ષા માટે પેટ્રોલિંગની કુલ ૫ ટીમ સતત ખડેપગે રહી હતી. ત્યારે તા.૦૩ ઓક્ટોબર થી ૧૦ ઓક્ટોબર સુધી શી ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ તમામ પ્રાચીન-અર્વાચીન ગરબીઓની મુલાકાત લઈને સતત પેટ્રોલિંગમાં રહી નવરાત્રીના આઠ નોરતા દરમિયાન કેફીપીણું પીધેલા કુલ ૧૯ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે, આ સિવાય નંબર પ્લેટ વગરના અને મોડીફાઇડ સાયલન્સર વગર વધુ અવાઝ કરતા ૧૨૧ મોટર સાયકલ ડિટેઇન કર્યા છે. તદુપરાંત જાહેરમાં હથિયાર સાથે રાખી નીકળેલા ૪ ઇસમોને ઝડપી લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે કેફીપીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા હોય તેવા ૭ ને પકડી લેવામાં આવ્યા હતા.