CHHOTA UDAIPURGUJARATNASAVADI

બોડેલી નવજીવન હાઇસ્કુલમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મૂકેશ પરમાર નસવાડી
નરેન્દ્રભાઈ  મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી. જેમાં નવજીવન હાઇસ્કુલ બોડેલી ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે  વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદેપુર, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આનંદકુમાર એમ પરમાર, મદદનીશ શિક્ષક નિરીક્ષકશ્રી એ.ડી.રાઠવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ક્વિઝ કોમ્પેટિશન ,નિબંધ સ્પર્ધા, પેઇન્ટિંગ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ લેવામાં આવી હતી. સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષ તરીકે છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીસંજયભાઈ રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને ભારતના સર્વાંગીન વિકાસ માટે સરકારશ્રીના વિવિધ યોજનાઓ અંગે  માહિતી આપી હતી. વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓને વિવિધ કાર્યક્રમો દ્વારા બહાર લાવવા બદલ તેઓએ નવજીવન હાઈસ્કૂલના આચાર્ય તેમજ તમામ શિક્ષકશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!