MORBI:મોરબી સીલીકોસીસ સીટી તરીકે ન ઓળખાય તે જોવાની મુખ્ય જવાબદારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીની.
MORBI:મોરબી સીલીકોસીસ સીટી તરીકે ન ઓળખાય તે જોવાની મુખ્ય જવાબદારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીની.
સીલીકોસીસ પીડીત સંઘ , મોરબી દ્વારા તારીખ – ૦૯/૧૦/૨૦૨૪ ના રોજ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જેમાં રજૂઆતમાં સંઘ જણાવે છે કે મોરબીમાં મોટા પ્રમાણમાં કામદારો સીલીકોસીસનો ભોગ બને છે તે આપ જાણો છો. આવનારા દીવસોમાં મોરબી સીલીકોસીસ સીટી તરીકે ન ઓળખાય તે જોવાની આપની કાનુની જવાબદારી છે. જો ફેકટરી એક્ટની જોગવાઇઓનું સારું પાલન થશે તો સીલીકોસીસનું પ્રમાણ ઘટશે તેવી અમને શ્રધ્ધા છે. કાયદાએ આપને આપેલ સત્તાનો સદુપયોગ કરી એક મોટી સમાજસેવા કરવાની તક આપની સમક્ષ છે. આપની પાસે સમાજ એવી અપેક્ષા જરુર રાખે છે.
મોરબીમાં ૩૦ થી વધુ લોકો સીલીકોસીસથી મૃત્યુ પામ્યા છે અને ૫૦ થી વધુ સીલીકોસીસ પીડીતો દયનીય પરીસ્થિતીમાં જીવન કાઢી રહ્યા છે અને તેમાંથી કોઈ પાસે કામના કોઈ પુરાવા નથી તો આ માટે પણ કોણ જવાબદાર કહેવાય તે સૌ જાણો છો.
આગળ સંઘની કાયદાનું પાલન થાય તે નીચે મુજબની માંગણી રાખી.દરેક સીરામીક એકમોમાં કામ કરતાં દરેક કામદારોને આઈ – કાર્ડ અપાવો.
સીલીકોસીસ પીડીતોની ફરીયાદ આવે ત્યારે કામદારે જે એકમમાં કામ કર્યું હોય તે એકમ માલીક પાસેથી તેને વળતર આપાવો.એકમમાં જુદા જુદા પ્રદુષકોનું પ્રમાણ કાયદાની મર્યાદામાં છે કે કેમ તેની તપાસ કરી ફોર્મ ૩૭ ભરાવવું અને ભરેલા ફોર્મની ચકાસણી કરવી. ફોરમ ૩૭ ની નકલ સંઘને પુરી પાડવી. જ્યાં પ્રદુષકોનું પ્રમાણ કાનુની મર્યાદા કરતાં વધુ હોય તેમની સામે કાનુની પગલાં લેવાં અને તેની વીગત સંઘને આપવી. –
મોરબી જિલ્લાની સીલીકોસીસ કમીટીમાં સંઘને પ્રતીનીધીત્વ આપો.અંતે સંઘે ડીસ કચેરીના મુખ્ય અધીકારીને ચેતવણી આપી કે આગામી સમયમાં જો પોતાની ફરજ ચુકશો તો અમારે આપની સામે ન છુટકે કાનુની કાર્યવાહી કરવાની ફરજ પડશે.