AHAVADANG

સાપુતારા જતા માર્ગે આવેલ રંભાસ ફાર્મ નજીક કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટમાં લેતા પતિનું મોંત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં રંભાસ ફાર્મ નજીક કાર ચાલકે મોટરસાયકલ પર સવાર પતિ પત્નીને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓનાં પગલે પતિનું મોત નીપજ્યુ.

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સાપુતારા તરફથી સુરત તરફ જઈ રહેલ કાર.ન.જી.જે.05.સી.પી.3648નાં ચાલકે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં રંભાસ ફાર્મ નજીક સામેથી વઘઇ તરફથી નાની દાબદર જઈ રહેલ મોટરસાયકલ. ન.જી.જે.30.સી.7972ને પુરપાટવેગે અડફેટમાં લઈ દૂર સુધી ઘસડી લઈ જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ ચાલક નામે છગનભાઈ કમાભાઈ બાગુલ અને તેની પત્ની જતીલા છગન બાગુલ બન્ને રે.નાની દાબદર તા.વઘઇ જી.ડાંગનાઓને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા જીવન મરણનાં ઝોલા વચ્ચે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ નજીકની વઘઇ હોસ્પિટલમાં સારવારનાં અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જોકે અહી બન્ને પતિ-પત્નીની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે વાંસદાની શ્રી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.પરંતુ ગંભીર ઈજાઓનાં પગલે મોટરસાયકલ ચાલક નામે છગન ભાઈ કમાભાઈનું માર્ગમાં જ પ્રાણ પંખેરૂ ઉડી જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ અકસ્માતનાં બનાવમાં બન્ને વાહનોને જંગી નુકસાન થયુ હતુ.હાલમાં વઘઇ પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!