HALOLPANCHMAHAL

પાવાગઢ-શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે આઠમનો હોમહવન યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૧૦.૨૦૨૪

આસો નવરાત્રી ના આઠમા નોરતે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બીરાજતા જગતજનની માં કાલિકાના દર્શન કરવા એક લાખ જેટલા માઇ ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજીના ભક્તોએ માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.માતાજીના ભક્તો એ આજે માતાજીના દર્શન ની સાથે આઠમ ના હવન ના દર્શન પણ નો લાભ લીધો હતો.જોકે નવરાત્રીના આઠમનું મહત્વ અનેરું હોય છે.જેમાં પ્રતિ વર્ષની સરખામણી માં આજે ભક્તોની હાજરી ઓછી જોવા મળી હતી.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો ગુજરાત સહીત પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,રાજસ્થાન સહીત ના રાજ્યોમાંથી વર્ષ દરમ્યાન લાખ્ખોની સંખ્યામાં આવતા હોય છે.અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી,આસો નવરાત્રી, તેમજ આઠમ,પૂનમ નું અનેરું મહત્વ હોય છે.તે ઉપરાંત તેમજ શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.જેમા આજે આસો નવરાત્રિના આઠમા નોરતા એ શુક્રવારના રોજ માતાજીના દર્શનાર્થે ગુરુવાર ની મધ્યરાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો.ચારે કોર પગપાળા યાત્રાળુઓ ના કારણે જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા ભક્તો જોવા મળ્યા હતા.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિર ના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.જયારે ભાવિક ભક્તો ની સુરક્ષા અને સલામતિ ને લઇ પોલીસ દ્વારા તળેટીથી ડુંગર ઉપર નિજ મંદિર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જયારે એસટી નિગમ દ્વવારા યાત્રિકોને પાવાગઢ ડુંગર ઉપર લાવા લઈ જવા માટે 50 ઉપરાંત એસટી બસો અવિરત દોડવામાં આવી હતી.જ્યારે યાત્રધામ તેમજ શક્તિ પીઠ પાવાગઢ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત મુજબ આજે આસો નવરાત્રી ના આઠમ નો હવન મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિવત વૈદિક મંત્રોચાર સાથે વહેલી સવારે આરંભ કરવામાં આવ્યો હતો.જે સાંજે પાંચ કલાકે હવન કુંડમાં વૈદિક મંત્રોચાર સાથે શ્રીફળ હોમી સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકાર ના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ,પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ,જિલ્લા કલેકટર આશિષકુમાર, જિલ્લા એસપી હિમાંશુ સોલંકી, ગુજરાત રાજ્ય ટુરીઝમ વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર સિંહ,હાલોલ ડીવાઈએસપી વી.જે.રાઠોડ,હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ પિઠાની, સહિત મંદિર ના મુખ્ય ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ સહિત માઇભક્તો ઉપસ્થિતિ રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!