GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીમાં મુદલ રકમ પરત આપી દિધેલ હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતા બે વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો નોંધાયો

MORBI: મોરબીમાં મુદલ રકમ પરત આપી દિધેલ હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતા બે વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો નોંધાયો

 

 

મોરબીમાં યુવકે બે વ્યાજખોર પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધેલ હોય જે વ્યાજ સહિત મુદલ રકમ પરત આપી દિધેલ હોવા છતાં બળજબરી પૂર્વક રૂપિયાની ઉઘરાણી કરી છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મોરબીના સ્કાય મોલ સામે સોમનાથ એપાર્ટમેન્ટના બ્લોક નં.૪૦૨,૩માં રહેતા હર્ષભાઇ જગદીશભાઈ ફેફર ઉવ.૨૬ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી બે વ્યાજખોર ભરત ઉર્ફે બી.કે કાળુભાઇ ગોગરા રહે. લીલાપર રોડ બોરીચાવાસ તથા રાજન ભરતભાઇ કાતડ રહે.શનાળા બાયપાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે હર્ષભાઈને ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઉભી થતા તેમના મિત્ર રાજન મારફત ભરત ઉર્ફે બી.કે પાસેથી જૂન માસમાં ૨.૫૦ લાખ વ્યાજે રૂપિયા લીધા હતા, જેનું વ્યાજ ૩૭,૫૦૦/- દર મહિને નિયમિત ચૂકવતા હતા. ત્યારે તા. ૨૫/૦૯ સુધીમાં ૬.૫૦ લાખ ચૂકવી દીધા હતા, છતા પણ હજુ ૮ લાખની માંગણી કરી બંને આરોપીઓ દ્વારા ફોનમાં તથા રૂબરૂ અપશબ્દો આપી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હોય, ગત તા. ૦૬/૧૦ ના રોજ હર્ષભાઈને આરોપી રાજને ફોન કરી જુના ઘુટુ રોડ ઉપર બોલાવી આરોપી ભરત ઉર્ફે બી.કે. દ્વારા છરી પેટ પાસે રાખી અત્યારે જ ૮ લાખ રૂપિયા ઘરેથી મંગાવવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ ઉપરાંત હર્ષભાઈના અન્ય મિત્રને આ આરોપી ભરત પાસેથી વ્યાજે રૂપિયા લેવડાવ્યા હતા તેના વ્યાજની પણ હર્ષભાઈ પાસે ઉઘરાણી કરતા હોય જેથી બંને વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળી બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે વ્યાજની પઠાણી ઉઘરાણી, ધાક ધમકી સહિતની લાગુ પડતી કલમો હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!