GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી શનાળા રોડપર વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
MORBI મોરબી શનાળા રોડપર વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
મોરબી શનાળા બાયપાસ એસ્સાર પંપની સામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શનાળા બાયપાસ એસ્સાર પંપની સામેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૧૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અજયભાઈ પુનાભાઈ વાળા (ઉ.વ.૩૬) રહે. શક્ત શનાળા તુલસી પાર્ક કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ મોરબીવાળાને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ સાગર ઉર્ફે લાલો નારણભાઈ ચાવડા રહે. શક્ત શનાળા મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.