BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
નર્મદા મૈયા બ્રિજ પર કાર અને મીની ટેમ્પો વચ્ચે અકસ્માત, કારમાં સવાર યુવાનો ગરબા રમી ઘરે જઈ રહ્યા હતા


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરથી ભરૂચ આવતા નર્મદા બ્રિજ પર કાર અને મીની ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પો પલટી મારી ગયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
અંકલેશ્વરથી ભરૂચ આવતા નર્મદા બ્રિજ પર શાકભાજી ભરેલ પિકઅપ ડાલો નવરાત્રિમાંથી ઘરે જતા યુવાનોની કાર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. અકસ્માતના સમાચાર મળતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી પરંતુ સવાલ એ છે કે ભરૂચમાં આવેલ નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં ભારે વાહનો બ્રિજ પરથી બેરોકટોક પણે પસાર થતા અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે તંત્રના જાહેરનામાનો કડકથી અમલ થાય એ જરૂરી છે.




