પાલનપુરમાં વરસાદી માહોલ વચ્ચે વિજયાદશમી દશેરા નિમિત્તે શોભા યાત્રા નીકળી
12 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુરમાં વરસાદી માહોલ વચ્ચે વિજયાદશમી દશેરા નિમિત્તે શોભા યાત્રા નીકળી
પાલનપુરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વિજયદશેરા ના દિવસે હિન્દુ સંગઠન હોય શોભા યાત્રા નીકાળી હતી જે શહેરના વિવિધ માર્ગ ઉપર પરિભ્રમણ કરી રામલીલા મેદાને પહોંચી હતીઆ શોભાયાત્રામાં રથમાં બેઠેલા રામ લક્ષમણ હનુમાન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.શ્રી રામ સેવા સમિતિ તથા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત વિજય દશમી દિવસેલક્ષ્મણ ટેકરી હોલ થી શોભાયાત્રા પ્રસ્થાન કરી આ ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રાદિલ્હી ગેટ, શિમલા ગેટ ,રેલ્વે સ્ટેશન ,કીર્તિ સ્તંભ , અંબાજી માતાજીના મંદિર થઈ ને અમીર રોડ સંજય ચોક, ગઠામણગેટ ,હનુમાન શેરી,ખોડા લીમડા ,ત્રણ બત્તી ,નાની બજાર, મોટી બજાર ,પત્થર સડક, દિલ્હી ગેટ, સંજય ચોક,સીટીલાઈટ ,ગુરુનાનક ચોક થઈને રામલીલા મેદાન પહુંચી હતી આ મેદાનમાં 61 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું.શ્રી 1008 મહંત શ્રી રાઘવદાસજી મહારાજ તેમજ અન્ય સંતો, પ્રજાજનો વગેરે જોડાયા હતા આ શોભાયાત્રામાં રામ લક્ષ્મણ હનુમાન રથ બેઠેલાઆકર્ષણનું કેન્દ્ર બન્યું પથ્થર સડક રામજી મંદિર જોડાયેલા અનેક ભક્તોએ મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો.આ અંગે દિપકભાઈ રાવલે જણાવ્યું હતું.




