GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમા મહેન્દ્રપરામા ઉછીના રૂપિયા પરત લેવા જતા વૃદ્ધને ધોકા વડે મારમાર્યો
MORBI:મોરબીમા મહેન્દ્રપરામા ઉછીના રૂપિયા પરત લેવા જતા વૃદ્ધને ધોકા વડે મારમાર્યો
મોરબીના મહેન્દ્રપરામા વૃદ્ધે એક શખ્સને ઉછીના રૂપિયા આપેલ હોય જે રૂપિયા પરત લેવા જતા આરોપીએ વૃદ્ધને ગાળો આપી લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૦૪ માં રહેતા જયંતીભાઈ મુળજીભાઈ ભલસોડ (ઉ.વ.૭૦) આરોપી સુનીલ લુહાર રહે. મહેન્દ્રપરા શેરી નં -૦૨ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીને હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે રૂપિયા પરત લેવા જતા ફરીયાદીને આરોપીએ ગાળો આપી લાકડાના ધોકા વડે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.