GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
જામનગરનાં એડવોકેટ શીતલ ડોક્ટરેટ થયા

જામનગરના એડવોકેટ શીતલ ખેતીયાએ સાયબરક્રાઇમના ફિલ્ડમાં પી.એચડી. કર્યુ
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરના એડવોકેટ શીતલ બાલકૃષ્ણ ખેતીયાએ સાઇબરક્રાઇમના ફિલ્ડમાં પી.એચડી.ની ડીગ્રી મેળવી પરીવારનું,બ્રહ્મસમાજનું તેમજ તેઓના ક્ષેત્રનું ગૌરવ વધાર્યુ છે
“એ ક્રીમીનોલોજીકલ સ્ટડી ઓફ સાયબરક્રાઇમ એન્ડ લીગલ અવેરનેશ અમોન્ગ ઇન્ટરનેટયુઝર્સ વીથ સ્પેશીયલ રેફરન્સ ટુ ધેયર મોડસ ઓપરેન્ડી ટેકટીક્સ” વિષય ઉપર રાજસ્થાનની,શ્રી જગદીશપ્રસાદ ઝાબરમાલ ટીંબડેવાલા યુનિવર્સિટીમાંથી સફળતા પુર્વક સંશોધન પુર્ણ કર્યુ છે અને યુનિવર્સિટીએ પણ ગૌરવ સાથે ડોક્ટર ઓફ ફીલોસોફી ની ડીગ્રી એનાયત કરી છે તેઓના તલસ્પર્શી અને વિવિધ આયામો અને લીગલ આસ્પેક્ટસ સાથેના લો બેઇઝ અને સામાજીક રીતે પણ ખૂબ ઉપયોગી શોધનિબંધ યુનિવર્સીટીએ માન્ય રાખ્યો છે તેમજ તે પુર્વેની જુદી જુદી વિશેષતા અંગેની પરીક્ષામાં એડવોકેટ અને ડોક્ટરેટ શીતલએ ડીસ્ટીકંશન માર્કસ મેળવ્યા છે મહત્વનું એ છે કે તાજેતરમાં જ જે કાયદાને રાષ્ટ્રપતિએ મંજુરીની મહોર મારી છે તે કાયદાના સારરૂપ સબ્જેક્ટમાં તેઓએ પી.એચડી.ની ડીગ્રી મેળવી છે
કલા-સંસ્કૃતિ અને વિદ્યાના વારસા સાથે એડવોકેટ ડો.શીતલએ પારીવારીક જીવન,સામાજીક જીવન વગેરેનો ખૂબ બારીકાઇથી અભ્યાસ કર્યો છે તેમજ સંજોગો સાથે સુમેળ સાધી અવિરત પ્રગતિનું ધ્યેય રાખ્યુ છે
વકીલાતના વ્યવસાયમાં સીનીયર એડવોકેટશ્રીઓ પાસેથી પ્રેક્ટીસનું જ્ઞાન મેળવીને બાદમા તેઓ સ્વતંત્ર પ્રેક્ટીસ કરી રહ્યા છે તેમજ બે જુનિયર લેડી એડવોકેટસ તેમની મદદમાં છે અને દરેક કેસને તેઓ દરેક આયામથી અભ્યાસ કરી તમામ રીલેટેડ સ્ટડી કરી કોર્ટમાં અપીઅર થાય છે જે તેમની સફળતાનું રહસ્ય છે.
હાલના સમયમાં ઇન્ટરનેટના યુઝ સાથે સોશ્યલ મીડીયા,ડીજીટલ વ્યવહારો,એપ્લીકેશન્સ યુસીઝ,ચેટ,એક્સચેન્જીસ ઓફ ઇન્ફર્મેશન વગેરે ખૂબજ વધ્યા છે ત્યારે જુદી જુદી ટેકનીક્સ સાથે થતા સાયબર ક્રાઇમનાં સંદર્ભમાં કાયદાકીય જોગવાઇઓની છણાવટ સાથેનો આ થીસીસ વ્વસાયકારોને તેમજ નેટયુઝર્સને ખૂબ ઉપયોગી નિવડશે તેમ વિષયના અભ્યાસ ઉપરથી નિષ્ણાંતોનું તારણ છે
__________________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





