ના.મા. બહેનનો આપઘાત-હવે ન્યાયના દ્વાર ખખડાવાશે

*જામનગરના નાયબ મામલતદારની બહેને સાસરિયાઓના ત્રાસથી કંટાળી કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું*
*આત્મહત્યા પૂર્વે તેના ભાઈ સાથે ફોનમાં વાત કરી હવે મારાથી સહન થતું નથી… તેમ કહી નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું*
નાયબ મામલતદારે પોલીસમાં અરજી ઇન્વર્ડ કરાવી
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરના નાયબ મામલતદારના મોટા બહેને ગાંધીનગર સ્થિત રહેતા સાસરિયાઓના ત્રાસથી કંટાળી નર્મદા ડેમની કેનાલમાં પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી છે. બનાવની જાણ થતાં માણસા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અડાલજ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરની કલેકટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અંબરીષ જાનીના મોટા બહેન ઉર્વશીબેનના લગ્ન ગાંધીનગર ખાતે રહેતા મેહુલભાઈ ત્રિવેદી સાથે થયા હતાં. ઉર્વશીબેનને દહેજ મામલે પતિ સહિત સાસરિયાઓ દ્વારા શારિરીક- માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અને તેણીએ આ સઘળી હકીકત પિયરમાં જતી ત્યારે કહેતી હતી જો કે, તેનો સંસાર બગડે નહીં તે માટે પરિવારજનો તેને સાસરિયામાં જવાનું કહેતા હતાં. અને તેણીને પિયરમાં આવવા-જવાનું તેમજ કોઈ સાથે ફોન પણ નહીં કરવાનું પ્રતિબંધ લગાવી દીધો હતો. વર્ષ 2013 માં ઉર્વશીબેનના પિતાનું નિધન થતાં બંને પતિ-પત્ની જામનગર આવ્યા હતા ત્યારે બનેવી મેહુલકુમારે નવી દુકાન લીધેલ છે અને રજી. ફી માટે રૂા. દોઢ લાખની માંગણી કરેલ જે રકમ અંબરિષભાઈએ પિતાજીની ક્રિયાકરમ પૂર્ણ કરી આપેલ અને ત્યાર બાદ વધુ રકમની માંગણી કરતા તેઓએ ના પાડતા મેહુલકુમાર દ્વારા ઉર્વશીબેનના ચારિત્ર્ય પર શંકા-કુશંકા કરી માર મારવામાં આવતું દરમિયાન ગત તા. 10.9 ના રોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં અજાણ્યા નંબર પરથી તેમના બહેન ઉર્વશીબેનનો ફોન આવેલ કે હવે મારાથી સહન થતું નથી મેહુલ છોકરાઓની ગેરહાજરીમાં બેફામ ગાળો આપી મને મારી નાખવાની ધમકી આપે છે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અમે રાજકોટ ગયા હતા ત્યાં મારા પતિ મેહુલ, દિયર અજયભાઈ અને ભાભી નીધીબેને પણ હડધુત કરી હતી અને મારાથી હવે ત્રાસ સહન થતો નથી તેમ કહી નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે ન્યાય માટે અદાલતના દ્વાર ખખડાવવા ની તૈયારી કરાઇ છે
_______________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com




