અંબાજી માં ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મફત આંખોં ની તપાસ સાથે નિઃશુલ્ક ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો
13 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
અંબાજી પંથક માં મહત્તમ લોકો ને આંખ ના રોગો થી પીડાતા જોવા મળતા હોય છે ત્યારે ગુજરાત રાજ્ય ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના ચેરમેન અજય ભાઈ પટેલ ના માર્ગ દર્શન હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ ના અઘ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ના સંયુક્ત ઉપક્રમે કોટેજ હોસ્પિટલ માં નિઃશુલ્ક આંખો ની તપાસ તેમજ જરૂરિયાત મંદો ને નિઃશુલ્ક ચશ્મા આપવા માટે નો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પ માં બાળકો મહિલાઓ પુરોષો સહીત વૃધો કુલ મળી ને 230 જેટલા દર્દીઓ એ આ કેમ્પ નો લાભ લીધો હતો જેમાં ખાસ જરૂર જણાતા 165 લોકો ને વિનામૂલ્ય ચશ્માં નું વિતરણ કરવામાં આવ્યું હતું જોકે આ કેમ્પ માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નડિયાદ પણ સહયોગી બન્યું હતું જયારે અંબાજી ના સ્કિલ ઇન્ડિયા સી.ડી.ઓ કિશન શર્મા દ્વારા પણ પોતાનો સમય ફાળવી જરૂરિયાતમંદો ની તપાસ હાથધરી હતી જેમનું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રમાણ પત્ર આપી સન્માનિત કરાયા હતા આ કેમ્પ માં અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડો.વાય કે મકવાણા એ પોતાનો કિંમતી સમય ફાળવી ઇન્ડીઅન રેડ ક્રોસ સોસાયટી ને પૂરતો સહયોગ આપતા મોટી સંખ્યા માં આંખો ના દર્દીઓ ને નિઃશુલ્ક લાભ લીધા હોવાનુ ડો.વાય કે મકવાણા (સુપ્રિટેન્ડેન્ટ,આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ) અંબાજી એ જણાવ્યુ હતુ સાથે અંબાજી માં શરૂ કરાયેલા જન ઔષધિ કેંદ્ર માં ખુબજ ઓછા ભાવે મળતી અસર કારક દવા બાબતે પણ માર્ગ દર્શન કરવા આવ્યૂ હતુ. મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.




