BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર માં તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા ૫૧ દીકરીઓ ના પૂજન થી શરૂ કરેલ નવરાત્રી મહોત્સવ ૫૧ લોકો એ રક્તદાન કરી મહોત્સવ નું સમાપન કરવામાં આવ્યું

13 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ

પાલનપુર માં તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા આ મુખ્ય મુદ્દા ઓ સાથે અહીં આધ્યાત્મિક પરંપરા જોવા મળી જેમાં ૫૧ કુંવારી દીકરીઓ ની પૂજા કરી નવરાત્રી ની શરૂઆત કરવામાં આવી તથા પરિવાર ના ૬૦ થી વધુ વડીલો ની વંદના કરવામાં આવી.તથા૧૦૮ બાળકો પાસે પાંચમ ની આરતી નું આયોજન કરવામાં આવ્યું.એક દિવસ સંપૂર્ણ આરતી મહિલા સમિતિ દ્વારા કરવામાં આવી.નવરાત્રી શરૂ થતાં આગાઉ નવરાત્રી કેમ ઉજવીયે છીએ એનું માર્ગદર્શન આપવામાં આવ્યું તથા તિલક કરી ને જ પ્રવેશ અને કેમ્પસ માં ગૌ મૂત્ર નો છંટકાવ કરવામાં આવેલ.મહિલાઓ ભેગી થઈ જે મહિલા મંડળ દ્વારા બે દિવસ ઈનામ આપવામાં આવ્યા હતા તથા વડીલો માટે ખાસ ભાવ પ્રકટ અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી.કેમ્પસ સ્વચ્છ રહે તે માટે આયોજન બધ્ધ વ્યવસ્થા ૧૧ ડસ્ટબિંન ની ગોઠવણ આવેલ હતી તથા સીસીટીવી કેમેરા હેઠળ સમગ્ર આયોજન થયું.સારા કાર્યો ને લોકો સુધી પહોચાડવા બદલ પત્રકારો નું સન્માન કરવામાં આવ્યું.રોજ નિઃશુલ્ક નાસ્તા ની વ્યવસ્થા ૧૫૦૦ થી વધુ લોકો રોજ નવરાત્રી મહોત્સવ માં ભાગ લેતા હોવાનું જાણવા મળ્યું છે.ઉત્તર ગુજરાત ની સૌથી મોટી સોસાયટી મનાય છે.સૌથી શ્રેષ્ઠ શેરી ગરબા સાથે પરંપરા ની જાળવણી માટે અલગ જ વિચાર થી આયોજિત ગરબા મહોત્સવ ની સમગ્ર પાલનપુર માં ચર્ચા દીકરી પૂજન ના વિષય ને ઘણીબધી સોસાયટીઓ એ અપનાવ્યો હતો.આ અંગે તિરુપતિ રાજનગર પરિવાર ગરબા મહોત્સવ ના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે શેરી ગરબા એ ભારતીય પરંપરા છે અને એની જાળવણી કરવી આપણી ફરજ છે બાળકો ને નવી શીખ મળે તે માટે ૫૧ શક્તિપીઠ સ્વરૂપ નવદુર્ગા રૂપી ૫૧ દીકરીઓ નું પૂજન કરી મહિલા સન્માન નો ભાવ પ્રકટ કર્યો હતો તથા વૃદ્ધ માં બાપ વડીલો ની વંદના કરી બાળકો માં સંસ્કૃતિ પ્રત્યે લગાવ માટે આયોજન કરવામાં આવ્યું હતું સેવા નો ભાવ પ્રકટ થાય તે માટે ૫૧ બોટલ રક્ત ભેગુ કર્યું હતું જે જિલ્લા ના કોઈ પણ જરૂરિયાત મંદ માટે ઉપયોગ માં આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાય, ઉત્સવ સમિતિ ના ચેરમેન અતુલભાઈ રાવલ, મંત્રી યશવંતસિંહ વાઘેલા, શ્રેયસ જોષી, કિરીટ ભાઈ રાજગોર સહિત લોકો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!