
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુર તાલુકાના પીપરાણા પંથકના એક ભુવાને ત્યાં મહિલા ને લઈ ગયા, ભુવાએ મહિલાને આકળાના મુળિયાનું પાણી પીવડાવ્યુ હોવાના આક્ષેપ,મહિલા ની તબિયત લથડી
ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં જ અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં મુક્યો છે,પરંતુ આ કાયદાનો અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને ડર હોય એ સ્પષ્ટ પણે જણાઈ આવે છે,રાજ્ય સરકાર મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભલે ભુવાના દોરા ઘાગા કે તેના કહેવાથી ભલે સાજા થઈ ગયા હોય પરંતુ,અંધશ્રદ્ધા ની ઘટનાઓ સતત સામે આવી રહી છે,અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ અગાઉ, ડાકણ હોવાનો મહિલા પર વહેમ રાખી,બંદુકની ગોળી મારવામાં આવી હતી,જેને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું,હવે ફરી એકવાર મહિલાને સારવારને બદલે, ભુવા પાસે લઈ જતાં,મહિલાને આકળાના મુળિયાનું પાણી પીવડાવામાં આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે, જેને કારણે આજે મહિલા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે,મૂળ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં રહેતા પિંકિ બહેન રાવળ ભુવાને કારણે અંધશ્રદ્ધાનો શિકાર બન્યા છે,પરિવારજ નોનું કહેવું છે કે, મહિલાને શરીરે દુખાવો થતો હતો, જેને લઇને તેમને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા પંથકના એક ભુવાને ત્યાં લઈ ગયા હતા,જ્યાં મહિલાને આકળા ના મુળિયાનું પાણી પીવડાવ્યુ હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો હતો,,, ત્યારબાદ મહિલાની તબીયત સતત લથળી હતી,મહિલાની તબિયત લખડતા,તબક્કાવાર અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા,, જોકે મહિલાની તબિયતમાં કોઈ સુધારો નહીં થતાં, આખરે મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં મહિલા આઈ સી યુ માં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે,સમગ્ર ઘટનાને લઇને લઇને હોસ્પિટલ દ્વારા m l c આપવામાં આવ્યું છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે,મહિલાને આકળિયાનું પાણી પીવડાવવાથી, તબિયત લથડી છે,સરકાર દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જોકે અંધશ્રદ્ધાનો કહેર હજુ પણ યથાવત, જોવા મળી રહ્યો છે, જેને કારણે, ગરીબ તેમજ આર્થિક રીતે અક્ષમ લોકો તેનો ભોગ બની રહ્યા છે




