GUJARATJUNAGADHKESHOD

કેશોદના અજાબ ગામે નાના બાળકો દ્વારા છેલ્લા ૫૨ વર્ષથી શેરી ગરબાનુ પારંપરિક રીતે થતું આયોજન

કેશોદના અજાબ ગામે નાના બાળકો દ્વારા છેલ્લા ૫૨ વર્ષથી શેરી ગરબાનુ પારંપરિક રીતે થતું આયોજન

અજાબ બહુચરાજી મંદિર ખાતે વ્યાસ ગરબી ચોક માં દર વર્ષેની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ પારંપરિક રીતે માતાજીની નવરાત્રીની ભવ્ય રિતે ઉજવણી કરવામાં આવી આ ગરબી મા કોઈ પણ પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચીના હોદાઓ નથી ધરાવતા બાળકો મોટેરાઓ નો સહયોગ લઈને આયોજન કરવામાં આવે છે તેમજ ગરબી જોવા પધારતા પરિવાર જનો અને ગામ લોકોને દરરોજ ને માટે લાઈવ અલગ અલગ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તેમજ રાસ રમતી કુમારિકા ઓને દર વર્ષે સોનાના દાગીના ની લાણી આપવામાં આવે છે અને દાતા શ્રી ઓ દ્વારા મળતી અલગ ભેટ સોગાદ અને રોજના નાસ્તા નું વિતરણ કરવામાં આવે છે આ ગરબી મંડળ દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી સ્વેચિક ભેટ મળે છે તે સહર્ષ સ્વીકારી ને બાલાઓ ને લાણી લેવા વાપરવામા આવે છે આ રિતે સાર્વજનિક એક ગરબી ગામમાં અસ્તિત્વ ધરાવે છે ગામ લોકો નો ખુબજ સહયોગ મળે છે અને બાળકો દ્વારા કરવામાં આવી રહેલા આયોજન ને લોકો બીરદાવી ને અભિનંદન પાઠવે છે આ ગરબી મંડળમા ગામના સરપંચ મગનભાઈ અધેરા અને અન્ય વેપારી મિત્રો કર્મચારીઓ અને માઈ ભક્તો પણ સમયાન્તરે હાજરી આપે છે આ રિતે સનાતની પરંપરા પ્રમાણે ચૈત્રી નવરાત્રી મહોત્સવ અને આશો નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!