MORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ તાલુકાના રાયધ્રા ગામેથી પોશડોડાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
Halvad:હળવદ તાલુકાના રાયધ્રા ગામેથી પોશડોડાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
હળવદ તાલુકાના રાયધ્રા ગામેથી એસઓજી ટીમે પોશ ડોડાના ૧૧ કિલોથી વધુના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે
એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાયધ્રા ગામે ઝાંપા પાસે આવેલ ગાત્રાળ માતાજીના મઢથી દક્ષીણે આવેલ નાની ડેલીવાળા મકાનમાં આરોપી મૈયાભાઈ ઉર્ફે પટેલ ગાંડુભાઈ પરસાડીયા નામનો ઇસમ પોશ ડોડાનો જથ્થો રાખી ખાનગીમાં વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ પોશડોડાનો જથ્થો ૧૧ કિલો ૩૨૮ ગ્રામ કીમત રૂ ૩૩,૯૮૪ તેમજ મોબાઈલ કીમત રૂ ૫૦૦ અને વજન તોલા નંગ ૨ સહિતનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે