GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે વિજયાદશમી નિમિતે રાષ્ટ્રીય સંઘ દ્વારા પથ સંચાલન કરવામાં આવ્યું
તારીખ ૧૪/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર કે.કે હાઈસ્કૂલ ખાતે રવિવારે બપોરના પાંચ કલાકે વૈજનાથ શક્તિ સંગમ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન કાર્યક્રમ યોજાયો હતો.મુખ્ય વક્તા તરીકે પરિમલભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે કાલોલની એમએમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રો મયંકકુમાર શાહ ઉપસ્થિત રહ્યા હતા. પથ સંચાલન તેમજ શસ્ત્ર પૂજા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વયં સેવકો દ્વારા પથ સંચાલન કરવામાં આવ્યું હતું અને હિન્દુ સમાજમાં ઉત્સાહ અને સંચય ના ઉદેશ થી તથા સમાજમાં વ્યાપ્ત આસુરી શક્તી નો ક્ષય થાય તે હેતુ થી પથ સંચાલન તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ.