GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર તાલુકાના સનપાર્ક નામના સિરામિક કારખાનામાં પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા

WAKANER:વાંકાનેર તાલુકાના સનપાર્ક નામના સિરામિક કારખાનામાં પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા

 

 

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનપાર્ક નામના સિરામિક કારખાનામાં ગતરાત્રિના બે પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થતાં મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો, જેમાં ખર્ચા માટે પૈસાની માંગણી કરતા યુવાનને માથામાં પાવડાના હાથા વડે અસંખ્ય ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધાનો ખુલાસો થતા આ મામલે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.


બનાવની પ્રાગ વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનપાર્ક સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા મુળ ઉતરપ્રદેશના વતની સંદીપ રાજેશભાઈ જોશી નામના યુવાને તેની સાથે મજુરીકામ માટે આવેલ આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી (રહે. બાલાબેહટ, તા. પાલી, ઉતરપ્રદેશ) પાસે ખર્ચા માટે પૈસાની માંગણી કરેલ હોય, જેમાં બંને વચ્ચે ઝઘડો થતાં ગતરાત્રીના લેબર કોલોનીના પહેલા માળે આરોપી રાનુએ પાવડાના હાથા વડે સંદીપને મોઢા પર અસંખ્ય ઘા ઝીંકી દેતા લોહીના ખાબોચિયાં ભરાઇ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સંદીપનું મોત થયું હતું, જે બાદ આરોપી ભાગી ગયો હોય, જેથી આ મામલે મૃતક યુવાનના કૌટુંબિક ભાઇ રાહુલભાઈ જોષીની ફરિયાદ પરથી  વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી વિરુદ્ધ બીએનએસ કલમ ૧૧૫(૧), ૧૦૩(૧) તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!