પાલનપુર ખાતે પત્રકાર એકતા પરિષદ પાલનપુર દ્વારા અધિવેશન સહિત બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ
15 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર ખાતે પત્રકાર એકતા પરિષદ પાલનપુર દ્વારા અધિવેશન સહિત બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ અને પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ શ્રી ચંપક ભાઈ લીંબાચીયા તાલુકા વિકાસ અધિકારી બનાસકાંઠા પાલનપુર પાલનપુર શહેર ભાજપ પ્રમુખ શ્રી દલપત બારોટ ભાઈ અશ્વિનભાઈ સકશેના અનુ.જાતિ મોરચો ભાજપ જિલા પ્રમુખ શ્રી ભરત ભાઈ પરમાર એમ.ડી.હિન્દ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ પાલનપુર કૈલાશ ભાઈ ખંડેલવાલ , જગદીશ ભાઈ ગોસ્વામી એરોમા બ્લડ સેન્ટર હાજર રહ્યા હતા.ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા ગુજરાત રાજ્ય માં તમાંમ તાલુકા તથા જિલ્લા માં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે જે શિસ્ત ને વરેલું છે અને ગુજરાત ભરના દસ હજાર કરતા વધુ પત્રકાર પરિવાર જોડી ને નાના માં નાના પત્રકાર ની વેદનાને વાચા આપતું આવ્યું છે અને સરકાર સમક્ષ પણ પત્રકારો ના પ્રશ્નો મુદ્દે ચર્ચા ચાલી રહી છે જે ટુંક સમયમાં જ ઉકેલાઈ જશે ત્યારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ના માધ્યમથી પાલનપુર તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત તાલુકા અધિવેશન અને બ્લડ ડોનેશન પણ નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો અને રાજકીય આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પાલનપુર ખાતે યોજાયેલા તાલુકા અધિવેશન અને બ્લડ ડોનેશન કેમ્પ નું સૌ પ્રથમ કાર્યક્રમ ના ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ તેમજ પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ શ્રી અશ્વિન ભાઈ સસ્કેના , નિખિલ જોશી પ્રદેશ આઇ ટી સેલ , સેમ પિત્રોડા, જયેશ ગુજજર , ચેતન ઓઝા અનિલ પંડયા હેમેન્દ્ર પરમાર જિલ્લા ઉપપ્રમુખ, જગદીશ પંચાલ જિલ્લા ઉ પ્રમુખ કેશર જી પી ઠાકોર જિલ્લા ઉપપ્રમુખ પ્રવિણ ચોરાસિયા જિલ્લા ઉપ પ્રમુખ , ગિરીશ જોષી જિલ્લા મહા મંત્રી, ફરઝાના જુણેજા જિલ્લા મંત્રી , લક્ષ્મી ભાટી જિલ્લા મંત્રી, લીલા રાણા જિલ્લા મંત્રી, વર્ષા રાઠોડ જિલ્લા મંત્રી, આસિફ બોક્ષ વાલા જિલ્લા સંગઠન મંત્રી, જિલ્લા મંત્રી બાબુ ભાઈ પ્રજાપતિ, પાલનપુર તાલુકા પ્રમુખ મુકેશ ભટ્ટ , તાલુકા કન્વીનર અશ્વિન પ્રજાપતિ, મહિલા પ્રમુખ દક્ષાબેન પરમાર શહેર પ્રમુખ કવિતાબેન પ્રજાપતિ , તાલુકા ઉ પ પ્રમુખ રાજુ ઝાલા, તાલુકા ઉપ પ્રમુખ નરેશ બારોટ, ઉપ પ્રમુખ અરવિંદ ચૌહાણ, તાલુકા મહામંત્રી હિતેશ પરમાર, સંગઠન મંત્રી તોફિક કુરેશી વસીમ કુરેશી, ખજાનચી હિતેન્દ્ર પરમાર, ગૌતમ પરમાર, પુષ્પા બેન પંડ્યા, મનીષા બેન, નીલમ બેન સોલંકી, ભાવિકા પંચાલ , ઇરશાદ ભાઈ પરમાર, ચંદુજી ઠાકોર સહિત ના વરદહસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ તમામ મહાનુભાવો નું સન્માન કરાયું હતું તેમજ તાજેતરમાં જ અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પાલનપુર પત્રકાર એકતા પરિષદ દ્વારા યોજાયેલા કેમ્પમાં સેવા આપનાર પત્રકારો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તેમજ પ્રભારી શ્રી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે પત્રકાર એકતા પરિષદ પાલનપુર દ્વારા જે અધિવેશન ની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે તે ખુબ જ સરાહનીય કામગીરી છે ત્યારે ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ એ એક એવું સંગઠન છે જે તમામ પત્રકારો ને સાથે લઇ ને ચાલે છે આ સંગઠન માં કોઈ પણ ભેદભાવ રખાતો નથી ત્યારે આજે અમે પણ ખુશી અનુભવીએ છીએ કે પત્રકાર માત્ર પત્રકારત્વ નથી કરતો સેવાનું કાર્ય પણ કરે છે. જેનું ઉદાહરણ આપણે સહુ છીયે યોજાયેલ અધિવેશનમાં પાટણ ચાણસ્મા અને મહેસાણા ના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાકાર્યક્રમ ના અંતે જેના અન્ન ભેળા એના મન ભેળા ઉકિત સાર્થક કરી હતી ને દાલ બાટી તથા લાડવા ની જયાફત માણી હતી. અંતે આ કાર્યક્રમ ને સફળ બનાવવા તમામ જિલ્લા તાલુકા કારોબારી સભ્યો નો આમંત્રિત મહેમાનો નો તાલુકા પ્રમુખ મુકેશ ભટ્ટે આભાર માન્યો હતો.




